આ ખેલાડીએ 49 બેટ્સમેનોને કરાવ્યા રન આઉટ

1033

હાલમાં જ સુકાની પદેથી દૂર કરવામાં આવેલા શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જલો મેથ્યુઝની ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણીમાં પસંદગી થઈ નથી. ટીમ મેનજમેન્ટે વિકેટો વચ્ચે દોડમાં સ્લો હોવાના કારણે પડતો મુક્યો હોવાનું કારણ બતાવ્યું છે. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના મુખ્ય પસંદગીકાર ગ્રેમ લેબરોયે કહ્યું છે કે વિકેટો વચ્ચે ઝડપી દોડી ન શકતો હોવાના કારણે બહાર કરવામાં આવ્યો છે. ટીમના કોચ ચંડીકા હથારુસિંઘાએ કહ્યું છે કે તેને લાગે છે કે મેથ્યુઝ પોતાની મરજીથી જ રન લેશે અને બીજા છેડ રહેવા બેટ્સમેન તરફ ધ્યાન આપતો નથી અને આ કારણે કે ઘણી વખત બીજા ખેલાડીને રન આઉટ પણ કરાવી બેસે છે.

હથારુસિંઘાએ કહ્યું હતું કે અમારા માટે હાલના સમયે વિકેટો વચ્ચેની દોડ ઘણી ગંભીર સમસ્યા છે. ફક્ત મેથ્યુઝને લઈને જ નહીં પુરી ટીમને લઈને. અમે તેને ફિટ જોવા માંગીએ છીએ. 2017માં તેની એવરેજ 59ની રહી છે અને હું આ વાત જાણું છું પણ જો તમે જુવો તો તે 64 રન આઉટનો ભાગ રહ્યો છે. જેમાં 49 વખત તેણે બીજાને રન આઉટ કરાવ્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

કોચે કહ્યું હતું કે હું તેને ફ્રેશ થઈને ફરી પાછો ફરતો જોવા માંગુ છું અને સ્પષ્ટ રીતે શ્રીલંકાની ટીમ માટે રમતો જોવાની ઇચ્છા છે.

Previous articleભારત એશિયા કપમાં ચેમ્પિયન
Next articleરાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ