સંસ્કૃતિ સ્કુલમાં મકરસંક્રાંતિની ઉજવણી

1080

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલ ખાતે મકરસંક્રાંતિ તેમજ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ઉત્તરાયણ પર્વમાં એક સંદેશો મળે તે હેતુથી મોટા પતંગ બનાવી તેમાં શ્લોગન તેમજ ચિત્રો ચોંટાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વક્તવ્ય, ગીત, નૃત્ય વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Previous articleસંજયસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા ખાતે કોંગ્રેસની સંગઠન મિટીંગ યોજાઈ
Next articleઢસાના ૨૩ ગામના સરપંચોની હાજરીમાં યોજાયો લોક દરબાર