રાજ્ય સહિત ગાંધીનગરમાં માવઠું પડ્યું હતું. જેના કારણે ઘટેલા શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. ત્યારે ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવો માવઠુ પડતાં ફરીથી ઉંચકાઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. બજારમાં અચાનક ડુંગળી હોલસેલમાં ૪૫ રૂપિયા કિલો અને રીટેલમાં ૬૦ રૂપિયા કિલો થઇ ગયો છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
એક સમયે ૨૮ રૂપિયા કિલો મળતી ડુંગળી આજે ૬૦ રૂપિયા કિલો થઇ જતાં નાગરિકોને રડવાનો વારો આવ્યો છે. અચાનક ડુંગળીના ભાવમાં ૫૦ ટકાના વધારો થયો છે. વધેલો ભાવ ઘટે તેની રાહ ગૃહિણીઓને જોઇ રહી છે. રીટેલ વેપારી પ્રકાશભાઇ પટણીએ જણાવ્યું હતું કે, હું રોજ હોલસેલમાં શાકભાજી ખરીદીને વહેંચુ છે. જે ડુંગળી હોલસેલમાં ૨૮ રૂપિયા કિલો ખરીદતો હતો. જેનો ભાવ વધીને ૪૫ રૂપિયા થઇ ગયો છે. જ્યારે ડુંગળી રીટેલમાં ૬૦ રૂપિયા વેંચાઇ રહી છે.
વરસાદી એક માવઠામાં ૫૦ ટકાનો વધારો થઇ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. અચાનક થયેલા ભાવ વધારાથી રીટેલ વેપારીઓને પણ મોંઘવારી નડી રહી છે. હોલસેલમાં જે ડુંગળી ૨૮ રૂપિયે કિલો મળતી હતી. તેમાં બેવડો વધારો થઇ ગયો છે. ગૃહિણી રીઝવાના શેખે જણાવ્યું હતું કે, ભોજન અને સલાડમાં ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ શાકભાજીની સાથે ડુંગળીનો પણ ભાવ વધી ગયો છે. અચાનક ૪૦ રૂપિયા કિલો મળતી ડુંગળીનો ભાવ ૬૦ રૂપિયા થઇ ગયો છે. ભાવમાં નિયંત્રણ લાવવું જોઇએ. ગરીબોની કસ્તુરી ગણાતી એવી ડુંગળીના ભાવો માવઠુ પડતાં ફરીથી ઉંચકાઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. બજારમાં અચાનક ડુંગળી હોલસેલમાં ૪૫ રૂપિયા કિલો અને રીટેલમાં ૬૦ રૂપિયા કિલો થઇ ગયો છે. જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા ટામેટાના ભાવમાં પણ ભડકો થતા લોકો તેના મારમાંથી બહાર આવ્યા નથી ત્યાંજ ફરી ડુંગળીની ભાવમાં ?પણ વધારો થતા ખાસ કરીને ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળે છે. આમતો શિયાળામાં શાકભાજી સસ્તા થઈ જતા હોય છે પણ વખતે શિયાળાનો એક માસ પુરો થવા છતાં હજુ શાકભાજીના ભાવમાં ખાસ ઘટાડો નહિ થતા લોકોમાં રોષ જોવા મળે છે.