કાશ્મીરની સુરક્ષા પાછળ ૩૦ વર્ષમાં ૧૦ હજાર કરોડ ખર્ચાયા છતાં શાંતિ નથી

429

ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થક આતંકવાદી પ્રવૃત્તિ દિનપ્રતિદિન વધતાં તેની પાછળ સરકારને સુરક્ષા મોંઘી પડી રહી છે. છેલ્લાં ૩૦ વર્ષમાં સુરક્ષા સંબંધી ખર્ચનો આંકડો રૂ. ૧૦ હજાર કરોડનો થઈ ગયો છે. દર વર્ષે રૂ. ૪૦૦ કરોડનો ખર્ચ થાય છે. જેમાં સુરક્ષા દળનું વેતન દારૂગોળામાં-શસ્ત્રો અને અન્ય ખર્ચનો સમાવેશ નથી. આતંકવાદ પ્રવૃત્તિનો પ્રારંભ થયો હતો. ત્યારે વર્ષે સુરક્ષા પાછળ રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ થતો હતો, તે હવે ચાર ગણો વધ્યો છે. અનેક લોકો હિજરત કરી ગયા. આતંકવાદને ખતમ કરાશે નહીં તો આ આંકડો વધી શકે છે. મોટાભાગનો ખર્ચ સુરક્ષા વધારવા પર અને રાહત અને અન્ય ખર્ચા પર થાય છે. વેતન અને શસ્ત્રનો ખર્ચ ગણીએ વર્ષે રૂ. ૧૦૦૦ કરોડનો આંકડો થઈ શકે.

કાશ્મીરથી પલાયન થયેલા કાશ્મીરી પંડિત પાછળનો ખર્ચ તથા આતંકવાદના કારણે ઠપ્પ પડેલા સરકારી એકમોનો ખર્ચ લગભગ રૂ. ૨૦૦ કરોડ જેટલો છે. સુરક્ષા પાછળના ખર્ચ ભોગવવા મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધમાં કડવાશ રહી છે. કેન્દ્ર તમામ ખર્ચ ઉપાડવા તૈયાર નથી. છેલ્લાં ૧૨ વર્ષમાં પુલવામા, ત્રાલ, રાજોરી, પુંચ સહિત કાશ્મીરમાં ૨૫૦ નિર્દોષ વ્યક્તિનાં મોત થયાં છે. અનેક લોકો ઘાયલ થયા છે. મરણ પામેલામાં બાળકી પણ છે મહિલાઓ અને યુવક પણ છે.

સુરક્ષા દળો અને આતંકવાદીની અથડામણ વખતે અને બાદમાં એ સ્થળે નહીં જવા નાગરિકોને વિનંતિ કરાયા છતાં જાય છે અને ભોગ બને છે. કાટમાળમાંથી નીકળતાં વિસ્ફોટકો પછીથી પણ ખતરો બની શકે છે.

Previous articleઆર્મી કેપ પહેરવાની આઇસીસીએ BCCIને પહેલાથી જ મંજૂરી આપી હતી
Next articleઆ વખતે ભાજપનો હિસાબ જનતા કરશેઃ અખિલેશ યાદવ