ધોલેરા નજીક ભાવનગરના મુસ્લિમ યુવાનની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા

5750

ધોલેરા નજીકના ભડીયાદ ઉર્ષ શરીફમાંથી પરત ફરી રહેલા ભાવનગરના યુવાનની કુહાડીના ઘા ઝીંકી મુડીના પ્પાટીયા નજીક કરપીણ હત્યા કરી ઈન્ડીકાના શખ્સો પલાયન થઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

ભડીયાદ ખાતે આજે ઉર્ષ શરીફની ઉજવણી બાદ ભાવનગર પરત ફરીર હેલા કુંભારવાડ મોતી તળાવ વિસ્તારમાં રહેતા  ઈમરાન  મહેબુબમિયા સૈયદ નામના યુવાનની બાઈકનો પીછો કરી રહેલા ઈન્ડીકા ચાલકે ધોલેરા નજીક મુડી ગામના પાટીયા પાસે બાઈકને ટલ્લો મારી બાઈક પર સવાર ત્રણેય શખ્સોને પછાડી દઈ ઈન્ડીકામાંથી હથિયારો સાથે શખ્સો નીચે ઉતરતા બાઈક સવાર પૈકી બે શખ્સો નાસી ગયા હતાં. જયારે કુંભારવાડા મોતી તળાવમાં રહેતા અને ઓઈલનો ધંધો કરતા ઈમરાન મહેબુબ મિંયા સૈયદ નામના યુવાન વેપારીને માથા તથા ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ઈન્ડીકા કાર છોડી પલાયન થઈ ગયા હતાં.  આ બનાવંથી સમગ્ર હાઈવે પર ચકચાર મચી જવા પામી હતી અને ટ્રાફિક જામ થઈ જવા પામેલ બનાવ અંગે પોલીસને જાણ થતા તુરત જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કેસ કાગળો તૈયાર કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી. અને હત્યારાઓને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ. બનાવ અંગે ચર્ચાઈ રહ્યા મુજબ યુવાનની હત્યા જુની અદાવતે થઈ હોવાનો ચર્ચાઈ રહ્યું છે. જયારે બીજી એક ચર્ચામાં મુજબ ક્ષત્રિય શખ્સોએ હત્યા કર્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ અંગે ભાવનગર મુસ્લિમ સમાજમાં દોડધામ મચી જવા પામી છે.