રાણપુરમાં જાગતી મેલડીમાના મંદિરના ૧૪માં પાટોત્સવ નિમિત્તે નવરંગો માંડવો

938

બોટાદ જીલ્લાના રાણપુર પાસે આવેલ લિંબડી રોડ ઉપર જાગતી માં મેલડી માતાજીના ૧૪ માં પાટોત્સવ પ્રસંગે માતાજી નો નવરંગો માંડવો યોજાયો હતો રાણપુર થી ત્રણ કીલોમીટર દુર લિંબડી રોડ ઉપર આવેલ જાગતી મેલડી માં ભક્તો ના દરેક દુખ દુર કરે છે અહી દર રવિવારે મોટી સંખ્યા માં ભક્તો માં ના દર્શન કરવા આવે છે.ભીખાભાઈ મકનભાઈ મકવાણા(સરણવાળા બોટાદ) અને માતાજીના સેવક કાંતાબેન ભીખાભાઈ મકવાણા છેલ્લા ચૌદ વર્ષથી જાગતી મેલડી માંની સેવા કરે છે ત્યારે જાગતી મેલડી માંના મંદીરે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પરંપરાગત ૧૪ મો ભવ્ય પાટોત્સવ અને માતાજી નો નવરંગો માંડવો યોજાયો હતો. આ પ્રસંગે માતાજી ના સેવક ભીખાભાઈ સરેણવાળા ને ૧૪ માં પાટોત્સવ નિમિત્તે પુછતા ભાવવિભોર થઈ ગયા હતા.આ પાટોત્સવ માં દુર દુર થી હજારો ની સંખ્યા માં ભક્તો આ નવરંગા માંડવામાં માતાજી ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.આવેલ તમામ ભકતો માટે મહાપ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવ્ય હતુ.જ્યારે રાત્રે ભવ્ય ડાકડમરૂ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારપીપળા ના સુપ્રસિધ્ધ કલાકાર પ્રવિણભાઈ રાવળ અને દક્ષાબેન રાવળ તથા સાથી કલાકારો દ્વારા મોડી રાત સુધી માતાજીના ગુણગાન ગાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમમાં જાગતી મેલડી માં સેવક સમુદાય દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleઠળિયા ગામે ખરક સમાજ દ્વારા સુરક્ષા મહાકુંભ અંગે મીટીંગ યોજાઈ
Next articleસંતોષભાઈ કામદાર પરિવારના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા શહેરમાં વૃક્ષારોપણ કરાયું