૧૪૨૩ ગ્રામ પંચાયોતની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર

1238
guj912018-4.jpg

મુદ્દત પુરી થતી હોય તેમજ વિભાજનવાળી અંદાજિત ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ રાજકીય પક્ષોમાં ફરી એકવાર ઉત્સુકતા વધી ગઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ૮મી જાન્યુઆરીથી જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલી કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતોમાં સરપંચ તથા સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે જે ગ્રામ પંચાયતોની મુદ્દત પુરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામામાં બહાર પાડવામાં આવનાર છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચોથી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે મતગણતરીની તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ આચારસંહિતા વિધિવતરીતે અમલી કરી દેવામાં આવી છે. ચૂંટણીમાં મેદાનમાં ઉતરવા ઇચ્છુક ઉમેદવારને ઉમેદવારીપત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા જેવી બાબતો અંગેની માહિતી એકરારનામા સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની રહેશે. ચૂંટણીમાં મતદાન સમયે મતદારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ ૨૨મી જાન્યુઆરી રાખવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામુ ૧૫મી જાન્યુઆરીના દિવસે જારી કરવામાં આવનાર છે. મતદાનનો સમય સવારે ૮ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રહેશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી  રાખવા માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગ્રામ પંચાયતની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગથી મતદાન કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના ૩૦મી ઓક્ટોબરના હુકમ હેઠળ નોટાનો ઉપયોગ પણ કરી શકાશે. ગ્રામ પંચાયતોની અંદાજિત સંખ્યાની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સંખ્યા ૨૨ રહેલી છે. આણંદમાં ૧૨૫ રહેલી છે. ચોથી ફેબ્રુઆરીના દિવસે યોજાનાર સામાન્ય, વિભાજનવાળી ચૂંટણીઓ હેઠળની ગ્રામ પંચાયતોની અંદાજિત સંખ્યાનું પત્રકમાં તમામ વિગતો સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે. 

Previous articleવિદેશી યુવક-યુવતીનો ટોઇલેટ ફંડિગ માટે રિક્ષા પ્રવાસ
Next articleશાંતિ ડહોળાય તેવા નિવેદન હાર્દિક પટેલે આપ્યા ન હતા