ઇગ્લીંશ દારૂની ૪૯ બોટલ સાથે એક શખ્સને ઝડપી લેતી વેળાવદર પોલીસ

1332

વેળાવદર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.એચ.બાર તથા પોલીસ સ્ટાફના બી.વી.જાડેજા, રાજુભાઇ ગુણુભાઇ, અનિરૂધ્ધસિંહ રામદેવસિંહ, નરેન્દ્રસિંહ વનરાજસિંહ,  એમ.જે.અગ્રાવત પો.સ્ટે.વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ. આર.એચ.બારને બાતમી મળેલ કે એક કાળા કલરના મો.સા. ઉપર બે ઇસમ અધેળાઇ થી સનેશ તરફ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને નીકળનાર છે જે આધારે સનેશ ખાતે વાહન ચેકીંગ દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળુ મો.સા. નિકળતા તેને રોકવા જતા બન્ને ઇસમ ભાગવા લાગતા એક ઇસમ નાસી ગયેલ તેમજ એક  ઇસમને પકડી પાડી પંચો રૂબરૂ નામઠામ પુછતા સંતોષ જગદીશભાઇ બારૈયા ઉ.વ.૧૯ રહે.ચિત્રા મસ્તારામ બાપાના મંદિર પાછળ માવજીભાઈ રેશનીંગવાળાની દુકાન પાસે ભાવનગરવાળો  હોવાનુ જણાવતા તેની પાસે રહેલ બેગમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧ લીટરની  બેગ પાઇપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૪૯  જે એક બોટલની કિંમત રૂ.૬૬૦/- લેખે ગણી કુલ કિંમત રૂ.૩૨,૩૪૦/- તથા એક હીરો સ્પ્લેન્ડર મો.સા.રજી.નં. જીજે-૦૪-ડીસી- ૦૪૪૨ ની કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા એક કંપનીનો મોબાઈલ કિંમત રૂ. ૫,૦૦૦/- તથા રેગજીનની  બેગ નંગ ૦૨ ની કિંમત રૂ.૨૦/- મળી  કુલ રૂ.૬૭,૩૬૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેમ જ  નાસી ગયેલ ઇસમ ભાવેશભાઇ મનજીભાઈ સોલંકી રહે. શીતળા માતાના મંદિર પાસે મારૂતિનગર ઘોઘા રોડ ભાવનગરવાળા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

Previous articleરાણપુરમાં સામાજિક કામે આવેલા ધારાસભ્યએ ગ્રા.પં.ની મુલાકાત લીધી
Next articleવડવા કાછીયાવાડમાં ગેરકાયદે કતલખાના ઉપર દરોડો – ૧૪૦૦ કિલો ગૌમાસ ઝડપાયું