ભાવનગર મહાપાલિકાના દ્વારેથી

647

કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં વિકાસ કામો માટે રૂા.૫૦ લાખ ફાળવાશે

ભાવનગર મહાપાલિકા દ્વારા હવે ચૂંટાયેલા નગર સેવકોને તેના વોર્ડ વિસ્તારોમાં વિકાસના કામો કરવા માટે રૂા.૫૦ લાખ જેવી રકમો ફાળવાશે આ માટે પાર્ટી દ્વારા નગર સેવકોને તેમના વોર્ડના બાકી કામોની યાદીઓ મંગાવાય રહી છે. ભાજપના નગરસેવકો કામોની યાદીઓ આપી રહ્યા છે.

મહાપાલિકાના અધિકારીઓ દ્વારા દાખવેલી માનવતા

ભાવનગર શહેરી વિસ્તાર વાવાઝોડાગ્રસ્ત લોકોને અન્યત્ર ખસેડાયા તેવા ૬૦૦ ઉપરાંત લોકોને મહાપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ દ્વારા સ્વખર્ચે નાસ્તો આપવામાં આવેલ આમ સેવાસદનના અધિકારીગણે માનવતાનું કાર્ય કર્યાની વિગત સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

જમનાકુંડ વિસ્તારમાં લોકોને ગંદુ પાણી મળતા ભારે રોષ

ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં ચેલ્લા લાંબા સમયથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની લોક ફરિયાદો ઉઠી છે. વાલ્મીકી વાસ સહિત લત્તામાં આવું ગંદુ પાણી મળતા લોકોમાં તંત્ર સામે રોષ ફેલાઇ રહ્યો છે. લોકો દ્વારા અવાર નવાર વોટર વર્કસ અને ડ્રેનેજને પણ ફરિયાદો કરવામાં આવી રહી છે.

વોટર વર્કસ કમિટીની મળેલી બેઠક : બે તુમારો પાસ થયા

મહાપાલિકા વોટર વર્કસ કમિટી બેઠક ચેરપર્સન જલવીકાબેન ગોંડલીયાના અધ્યક્ષપદે મળેલ ડે.ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, અનિલ ત્રિવેદી હાજર રહેલ જ્યારે કાંતાબેન બોરીચા, હિતેશ સોલંકી ગેરહાજર રહેલ બેઠકમાં અધિકારી દેવમોરારી, કુકડીયા, દુષ્યંતભાઇ પંડ્યા, કમિટી ક્લાર્ક રાણા હાજર રહેલ. બેઠકમાં ફિલ્ટર પ્લાન્ટ તથા સ્વીમીંગ બાથ માટે શુદ્ધ પાણીને જંતુ રહીત કરવા તેમાં લીકવીડ ક્લોરીનનું ડોઝીંગ કરવા શેત્રુંજી ડેમ પમ્પીંગ સ્ટેશન ખાતે ૫૫૦ પમ્પ મુદ્દો વિગેરે ચર્ચા વિચારણા અંતે પાસ કરેલ.

જિ.સંકલન કમિટીની બેઠક મળશે

ભાવનગર જિલ્લા સંકલન કમિટીને બેઠક તા.૧૫ના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે મળશે. આ બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણાઓ થશે.

Previous articleસિહોરમાં પડવાનાં વાંકે ઉભેલી જર્જરીત ઇમારતો જોઇ રહી છે અકસ્માતની રાહ
Next articleયુનિવર્સિટી કર્મચારી પરિવારના નિવૃત્ત કર્મચારીઓનો વિદાય-સન્માન સમારોહ