ટ્રક કાર વચ્ચે અકસ્માત : ત્રણને ઈજા

711
gandhi1792017-3.jpg

ગાંધીનગરનાં ચિલોડાથી અમદાવાદને જોડતા નેશનલ હાઇ-વે નં ૮ પર અકસ્માતનો રેશીયો હંમેશા ઉંચો રહ્યો છે. ત્યારે ગુરૂવારની રાત્રે ફન્ટીકારનાં અકસ્માતની ઘટના સામે આવી હતી. ચિલોડા સર્કલ પાસેથી ગુરૂવારની રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં પસાર થઇ રહેલી કાર આગળ જતા આઇસરમાં ધડાકાભેર ઘુસી જતા બોનેટનાં ભાગનો બુકડો બોલી ગયો હતો.
કારમાં સવાર સ્વામી તથા બે યુવકોને ઇજાઓ થઇ હતી. જેમાં એક યુવકને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ને કોલ કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સે રાહ જોવડાવતા સ્થળ પર ભેગા થયેલા લોકોમાં રોષ ફેલાયો હતો. આખરે એમ્બ્યુલન્સ આવતા સારવારમાં ખસેડાયા હતા. જો કે પોલીસ સ્ટેશને આ બાબતે કોઇ ફરીયાદ આવી નથી.