તા.૦૯-૦૯-ર૦૧૯ થી ૧૬-૦૯-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

632

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આ સપ્તાહમાં શ્રાવણ માસની પુર્ણાહુતી અને ભાદરવા માસની શરૂઆત શુભ રહેશે. ખાસ કરીને જે જાતકોને જન્મનો કાળશર્પયોગ હોય શની રાહુશાપીત દોષ હોય તેમના માટે આ માસમાં વિધી વિદ્યાન કરાવવાથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને પિતૃએનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્ર ફમળદાયી સપ્તાહ રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને સુર્ય મંગળનો અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું વધુ પડતો આત્મવિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી મુશ્કેલી મળી શકે છે.ક ોર્ટ કચેરી અને કાયદાકીય બાબતોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વાણીમાં મીઠાશ અને કાર્યોમાં એકાગ્રતા કેળવશો તો કાર્ય સફળતા સાથે માન સન્માન પણ મળશે. નવા કાર્યોનું આયોજન સફળ બનશે. નવા પરિચયો ભવિષ્ય માટે લાભદાયી પુરવાર થશે. માત્ર વિશ્વાસ કેળવવો જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું આયોજન સફળ થશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી પ્રતિષ્ઠામાં વૃધ્ધી થશે.ે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને ગુુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ-અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર રાહુગ્રહનો બંધનયોગ યથાવત કાળશર્પ યોગ અશુભ બંધનયોગ આપે છે.ત ેથી જે જાતકોને પિતૃદોષ હોય કે શાપીત દોષ હોય તેમને ભારદવા માસમાં ખુબ જ સાવધાની રાખવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈકાર્યોમાં  હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આપની મનોકામના પુર્ણ કરવાની પ્રેરણા આપે છે. પવિત્ર શ્રાવણ માસની પુર્ણાહુતી અને ભાદરવા માસની શરૂઆત શુભ રહેશે. માત્ર ગુરૂગ્રહનો બંધનયોગ યથાવત આકરણ ચિંતા અને કાલ્પનીક ભય આપે છે. જે નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં ઉતાવળાસાહસ ન કરવો. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ તરફથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વર્ત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત પ્રતિકુળ  સમયનું સર્જન કરે છે. જન્મના ગ્રહો અને પિતૃઓના આર્શીવાદ હશે તો જ ગોચર ગ્રહોના અશુભ કાળશર્પ યોગ અને શાપીત દોષમાં કાર્ય સફળતા મળી શકે છે.ત ેથી જે પરિસ્થિતિ છે તે સાચવવામાં મિલ્કત અને વારસાઈ કાર્યો અડચણો, જ પ્રગતી છે. મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રાવણ માસની પુર્ણાહુતી અને ભારદવા માસની શરૂઆત શુભ રહેશે. જન્મના ગ્રહો અને પિતૃઓના આર્શીવાદ હશે, તો નધારેલી સફળતા મળશે. ભુતકાળમાં કરેલી મહેનતનું ફળ આ સમયમાં મળશે. વિદેશથી શુભ સમાચાર મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં લાભ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને  જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે સોમવારના વ્રત અને ઈષ્ટદેવનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો અંતીમ તબબકો અને રાહુગ્રહનો અશુભ બંધનયોગ ઉતાવળા નિર્ણયો અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવાનું સુચવે છે. માત્ર એકાગ્રતા કેળવીને કાર્યો તરફ ધ્યાન આપશો તો ન ધારેલી સફળતાન મેળવી શકશો.  મિલ્કત અને વારસાઈકાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથજી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને  ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વધુ મહેનતે થોડી સફળતા મળવાનું સુચવે છે. જન્મના ગ્રહો અને ઈશ્વરનો આર્શિવાદ હશે તો જ અપેક્ષા મુજબ સફળતા મળી શકે છે. નવાકાર્યોની શરૂઆત માટે હિતેચ્છુઓની સલાહ લેવી આવશ્યક છે વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા સાહસ ન કરવા પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો પ્રથમ કપરો તબક્કો અને સુર્ય મંગળ શુક્રનો અશુભ બંધનયોગ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમયની રાહ જોવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થઇતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતીકુળ સમય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અસુભ દરેક ગ્રહોના આર્શીવાદથી કાર્ય સફળતાના યોગ મળે છે નવાકાર્યોની શરૂઆત પણ શુભ રહેશે માત્ર આળસ અને મનોરંજનમા સમય શક્તિનો દુરઉપયોગ ન થાય તે જોશો નહી તો ભવિષ્યમાં જ બંધનયોગ મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શનિવારના વ્રત અને શનિ ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર રાહુગ્રહનું અશુભ ભ્રમણ બંધનયોગ આપે છે તેમ છતા રોગ શત્રુ સ્થાનની પ્રબળતા કપરા કાર્યો પણ સરળ બનાવીને કાર્ય સફળતાના યોગ આપે છે. ભુતકાલમાં કરેલી મહેનતનુ ફળ મેળવવાનો ઉત્તમ સમય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનમા પ્રતિષ્ઠામા વૃધ્ધી થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન શક્ય બનશે આપના માટે બુધવારના વ્રત અને ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.