પીપાવાવ પોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાઓમાં વ્યાપક છીંડા : સાંસદ કાછડીયા

793
guj532018-4.jpg

પીપાવાવ પોર્ટ અને કસ્ટમથી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મીલીભગતથી આંતરરાષ્ટ્રીય દેશદ્રોહી પ્રવૃત્તિ થાય છે. સાંસદ નારણભાઈ કાછડીયાના ટીવી ઈન્ટરવ્યુથી ગુજરાતભરના ખળભળાટ મચાયો તેમજ પોર્ટ દ્વારા અનેક ગેરરીતિના આક્ષેપો કરાયા છે.
પીપાવાવ પોર્ટમાં ત્રણ દિવસથી અમદાવાદ-બરોડાથી ડીઆરઆઈનું આજે પણ ત્રણ દિવસથી સર્ચ ઓપરેશન અને તે પણ કસ્ટમ વિભાગ પીપાવાવ પોર્ટની ઓફિસે રેડ કરીને બઘડાટી બોલાવી દીધી છે. તેમાં કસ્ટમ વિભાગના અધિકારીઓ લોકચર્ચા મુજબ ઓફિસેથી પાછલે દરવાજેથી ભાગી ગયાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે અને આ વાતને ત્રણ-ત્રણ દિવસ થઈ ગયા આજ સુધી નથી તેની કોઈ એફઆઈઆર કે નથી કોઈ માહિતી તો આ બહુ મોટી લેવડદેવડની ડીલ થઈ ગઈના આક્ષેપ સાંસદ નારણભાઈ કાછડીયાએ ટીવી ઈન્ટરવ્યુમાં ખુલાસો વધારે કરતા એમ પણ કહ્યું છે કે આ પીપાવાવ પોર્ટમાં કસ્ટમથી લઈ જિલ્લા કલેક્ટર સુધી મીલીભગતથી કરોડો નહીં અબજો રૂપિયાના માલસામાનની આંતરરાષ્ટ્રીય હેરાફેરી થાય છે. કસ્ટમ વિભાગમાં બીજા કોઈને એન્ટ્રી નથી. પ્રેસ મીડીયાને પણ નહીં આને કારણે દેશની સુરક્ષા માટે મોટો ગંભીર ખતરો ઉભો થયો છે. થોડા સમય પહેલા ત્રણ ચાઈનીઝ માણસો પકડાયેલ હતા તેની ચર્ચા ટીવી તથા પ્રિન્ટ મિડીયામાં ખૂબ જ ચગી હતી. કારણ દેશના ખતરાની ઘંટી વાગી હતી પણ આ માલખાઉ ઓફિસર દલાલો ભારત દેશને વેચી નાખશે જો તેની ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો અને આ ચાઈનીઝો ૪ વ્યક્તિ કોણ છે કોને મારફત પીપાવાવ પોર્ટ સુધી આવી છે. શા કારણે આવી છે તેના માટે મે ૪ વખત સંસદમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા પણ આ મીલીભગતના પાપી અધિકારીઓએ ભીનુ આજદિન સુધી સંકેલી લેવાયું છે.

પીપાવાવ પોર્ટમાં સર્ચ ઓપરેશન
શનિ-રવિ પીપાવાવ પોર્ટમાં મોજ મજા કરવા આવે છે તેમજ આ બાબતે સાંસદ નારણભાઈ કાછડીયાએ સીધો જ આરોપ પોર્ટ અને કસ્ટમ સાથે જિલ્લા કલેક્ટરની મીલીભગતનો મુકતા ખળભળાટ મચી ગયો છે. કારણ કલેક્ટરે જો કે આ ઘટનામાં ડીઆરઆઈ હોવાથી તેઓ આ વિશે કઈ કહેવા માંગતી નથી તેમના કહેવા પ્રમાણે પોર્ટ ઓથોરીટી આ વિશે કઈ કહી શકે પરંતુ સત્તાધારી પક્ષના સાંસદ જ જ્યારે પોર્ટ પર અને રાજ્ય સરકારના અધિકારીઓ પર આરોપ લગાવે ત્યારે તંત્રએ વિચારવું પડશે કારણ પોર્ટ પણ આ ઘટના બની જ છે ત્રણ દિવસની રેડ સમયમાં કન્ટેનરોમાં ઝેરોક્ષ મશીનોમાં કંઈક ડાયમંડ કે અન્ય સામગ્રીનીહેરફેર થાય છે તેની લોકચર્ચાએ પણ જોર પકડયું છે અને આ બધુ ભીનુ સંકેલાય ન જાય તેનું હવે રાજ્ય સરકારે ધ્યાન રાખવું પડશે નહીં તો આ ત્રણેય જિલ્લા કલેક્ટર પોર્ટ અને કસ્ટમના માલખાઉ અધિકારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરેથી શું માલસામાન લાવી કે મોકલાવી હેરાફેરીમાં ભારત દેશ માટે મોટુ સંકટ ઉભુ ન કરે તેવા આક્ષેપો ટીવી ન્યુઝ ચેનલના ઈન્ટરવ્યુથી સારા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે તેમજ આ પીપાવાવ પોર્ટ ગૌચરની જમીનમાં દબાણ કરી મસમોટી ભાડાની રકમ પણ વસુલેના આક્ષેપ પણ કર્યા છે.

Previous article૩ વર્ષથી જામીન પર છુટી ફરાર શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો
Next articleઅર્હમ ગ્રુપ દ્વારા જીવ સેવાનું સદ્દકાર્ય કર્યુ