ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૨મી તેમજ ઠક્કરબાપાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલી અપાશે

1687

ગણેશ વાસુદેવ માવળંકરની આગામી તા. ૨૭ નવેમ્બર-૨૦૧૯ બુધવારના રોજ ૧૩૨મી જ્યારે પૂજ્ય ઠક્કરબાપાની તા. ૨૯ નવેમ્બર-૨૦૧૯ શુક્રવારના રોજ ૧૫૧મી જન્મજયંતી નિમિતે સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવાનું વિધાનસભા અધ્યક્ષશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

       આ કાર્યક્રમમાં ગણેશ વાસુદેવ માવળંકર તેમજ પૂજ્ય ઠક્કરબાપાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવા જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિધાનસભા સચિવ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Previous articleબ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવાકેન્દ્રના ૪૦મા વાર્ષિકોત્સવ નિમિત્તે રંગમંચ
Next articleસ્વછતાં વિષય પર દીવાલ પર વોલ પેઇન્ટિંગ નું આયોજ કરાયું