સરનેમ અને ચહેરાના કારણે જ ફિલ્મોમાં સુરક્ષિત રહી છે

1343

ફિલ્મ અભિનેતા કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ સુપરસ્ટાર તરીકે રહેલી છે. શ્રુતિ હાસન તાજેતરમાં જ શોર્ટ ફિલ્મ દેવીમાં નજરે પડી હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં શ્રુતિએ કહ્યુ છે કે ફિલ્મોના સેટ પર અભિનેત્રીઓની સાથે એક સમાન વર્તન કરવામાં આવે છે. આ પ્રકારના વર્તનનો સામનો કરવાનુ તે શિખી ચુકી છે. શ્રુતિએ માહિતી આપતા કહ્યુ છે કે પિતાના સરનેમ અને ચહેરાની ગંભીરતાના કારણે મોટા ભાગના લોકો તેનાથી અંતર રાખે છે. હવે તે કેટલાક વર્ષો બાદ પોતાને વધારે સુરક્ષિત અને સલામત અનુભવ કરે છે. શ્રુતિ હાસને કબુલાત કરતા કહ્યુ છે કે ફિલ્મના સેટ પર અભિનેતાઓને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. હિરોને વધારે મહત્વ મળે છે. મોટા ભાગની અભિનેત્રીઓ અને સ્ટાફની અન્ય મહિલાઓ પોતાના ડિફેન્સને લઇને મૌન રહે છે. આવી સ્થિતીમાં તમામ ચીજોને નેગેટિવ કરવામાં તેને વધારે સમય લાગી ગયો છે. તેનુ કહેવુ છે કે કેટલાક લોકોને તો સેટ પર જ્યારે તે બેસીને પુસ્તકો વાંચતી હતી ત્યારે પણ નારાજગી રહેતી હતી. પુરૂષોના પ્રભુત્વવાળા સમાજમાં આ તમામ બાબતો થતી રહે છે. જેન્ડર ગેપ ખુબ વધારે પ્રમાણમાં હોવાની વાત તે કબુલ કરે છે.
ફિલ્મના સેટ પર પણ વધારે કાળજી અભિનેતાઓની લેવામાં આવે છે. પહેલા હિરો માટે ખુરશી રાખવામાં આવે છે. તેનુ કહેવુ છે કે કેરિયરની પ્રથમ કેટલીક ફિલ્મોમાં તો તેને ખુરશી પણ ઓફર કરવામાં આવતી ન હતી. શ્રુતિ હાસન આજે સાઉથની મોટી સ્ટાર પૈકી એક છે. તે સૌથી વધારે નાણાં મેળવતી સ્ટાર તરીકે છે. તે કેટલીક મોટી હિન્દી ફિલ્મોમા ંપણ કામ કરી ચુકી છે. તમામ પ્રકારની કુશળતા તેમાં રહેલી છે. શ્રુતિ કેટલીક યાદગાર ભૂમિકા કરવા માટે ઇચ્છુક છે.

Previous articleકંગના રાણાવત બે માસમાં ૨૦ કિલો વજનને ઘટાડશે
Next articleવરતેજ તાબેના માલણકા ગામે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડ રૂપિયા ૨૦,૯૧૦/- મળી કુલ રૂપિયા ૨૨,૪૧૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વરતેજ પોલીસ