લોકસંસાર દૈનિક તથા મિશન એક્ઝામના સંયુક્ત ઉપક્રમે ફ્રી પુસ્તક વિતરણ

427

વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાનમાં માનતા મિશન એક્ઝામના જરજીસ કાઝી, યશ ડોડીયા તથા નાતિક કાઝી દ્વારા કોરોના મહામારી અંતર્ગત વિદ્યોદય શાળા સંકુલ ખાતે નવા રતનપર તથા આજુબાજુના ગામના સાગરખેડુ પરિવારના 175 બાળકોને અશ્વિનભાઈ કંટારીયા ના સહયોગથી ધો. 10 ના વિદ્યાર્થીઓને 220/- ₹ કિંમતનું પુસ્તક ફ્રી વિતરણ કરવામાં આવેલ. મિશન એક્ઝામના જરજીસ કાઝી અને યશ ડોડીયા મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી કામ કરે છે. અગાઉ પોલીસ પરિવાર તથા પોલીસ અને એસ આર પી સ્ટાફને લગભગ 300 પુસ્તક વિતરણ કરવામાં આવેલ. મિશન એક્ઝામના જરજીસ કાઝી પોતે શ્રી પ્રણવ બક્ષી વિનય મંદિર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ભાવનગર ખાતે પોલીસ પરિવાર ના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સભ્યો અને વિદ્યાર્થી માટે નિઃશુલ્ક જી.કે. માર્ગદર્શન વર્ગો ચલાવે છે.

Previous article૯૨ વર્ષ, ૯૦ વર્ષ તેમજ ૧૮ માસના દર્દી બાદ માત્ર ૭ માસના બાળકને પણ કોરોનામુક્ત કરતી ભાવનગરની તબીબી ટીમ
Next articleલોકડાઉનના કારણે થયેલ નુકશાની ની સહાય કરવા બાબતે