તળાજા ખાતે તળાજી નદીના સામા કાંઠે જુગાર રમતા નવ શકુનીઓને રોકડ રૂ.૧,૨૩,૩૭૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

434

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યના બાતમીરા હેહકિકત મળેલ કે, તળાજા અનસભાઇ હબીબભાઇ પઠાણ રહે. ધનબાઇ ચોક, તળાજા વાળાના તળાજી નદીના સામા કાંઠે આવેલ કબ્‍જા ભોગવટાના મકાને આવેલ ઓફિસમે બહારના માણસોને બોલાવી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી/રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન કુલ -૯ ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા મળી આવતા જેમા નં. (૧) અનસભાઇ હબીબભાઇ પઠાણ ઉ.વ.૪૨ રહે.ધનબાઇ ચોક, તળાજા (૨) અસ્લમભાઇ અબ્દુલભાઇ કાચલીયા ઉ.વ.૪૨ રહે.મયુર સોસાયટી, સરતાનપર રોડ, તળાજા (૩) શામજીભાઇ બાલાભાઇ યાદવ ઉ.વ.૨૫ રહે.ગોરખી દરવાજા, તળાજા (૪) વિમલભાઇ કરશનભાઇ બાંભણીયા ઉ.વ.૨૧ રહે.ભવાની શેરી, વાવચોક, તળાજા (૫) શાહનવાઝ સલીમભાઇ બેલીમ ઉ.વ.૨૨ રહે.ધનબાઇ ચોક, તળાજા (૬) મનોજભાઇ નંદાભાઇ વાઘેલા ઉ.વ.૨૩ રહે.ભવાની શેરી, વાવ ચોક, તળાજા (૭) ફુજલભાઇ ફારૂકભાઇ કામળીયા ઉ.વ.૨૭ રહે.મયુર સોસાયટી, સરતાનપર રોડ, તળાજા (૮) રમેશભાઇ હિંમતભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહે. ગોરખી દરવાજા, હુડકો, તળાજા (૯) ઇસુબભાઇ રહીમભાઇ દસાડીયા ઉ.વ.૪૫ રહે.દેવડી ચોક, તળાજા વાળાઓ તીન પત્તી નો હારજીતનો જુગાર રમી રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે અનસભાઇ હબીબભાઇ પઠાણે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવી રેઇડ દરમ્યાન ઉપરોકત નવેય ઇસમો રોકડ રૂ.૧,૨૩,૩૭૦/- તથા મોબાઇલ નંગ-૯ કિ.રૂ.૪૧,૦૦૦/- તથા મોટર સાયકલ નંગ-૬ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- ગંજી પત્તાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ.૩,૨૯,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે. આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. જે.આર.આહિર તથા તથા હેડ કોન્સ. જયરાજસિંહ વજુભા તથા પો.કોન્સ. તરૂણભાઇ કુબેરભાઇ તથા ભદ્રેશભાઇ ગણેશભાઇ તથા નરેશભાઇ વેલજીભાઇ તથા રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ તથા સંજયભાઇ નાથાભાઇ તથા ડ્રા.હેડ કોન્સ. જગદીશસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleઆંબેડકર ઓપન યુનિવર્સિટી ના ડિસ્ટન્સ લર્નિંગ સેન્ટર દ્વારા 75મો તાલીમ વર્ગ યોજાયો
Next articleશાળા બંધ છે શિક્ષણ નહીં આ સમસ્યાને અવસરમાં ફેરવતા પાલીતાણાના શિક્ષક નાથાભાઇ ચાવડા