સાત વર્ષ બાદ નીતૂ કપૂર ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે

767

૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ ઋષિ કપૂરના અવસાનના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને એક્ટરના ફેન્સને ઝટકો આપ્યો હતો. ઋષિ કપૂરના પત્ની નીતૂ કપૂરની તો જાણે દુનિયા જ ખતમ થઈ ગઈ હતી. મહામારીની વચ્ચે નીતૂ કપૂરે કેન્સરના કારણે પતિ ગુમાવ્યા હતા. હાલમાં જ પીઢ અભિનેત્રી નીતૂ કપૂરે ફરીથી ફિલ્મો કરવા અને પતિ વિના જીવનમાં કેવી રીતે આગળ વધ્યાં તેના વિશે વાત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં નીતૂ કપૂરે જણાવ્યું કે, ઋષિ કપૂરના અવસાન પછી ફરીથી કામ શરૂ કરવા માટે તેમણે ખૂબ હિંમત ભેગી કરી હતી. નીતૂએ પોતાની જાતને સમજાવી હતી કે તેઓ કામ કરશે તો આ પીડા, દુઃખમાંથી બહાર આવી શકશે. નીતૂના જણાવ્યા અનુસાર જીવનમાં આગળ વધવાનો આ એક જ વિકલ્પ બચ્યો હતો. લગભગ ૭ વર્ષ પછી નીતૂ કપૂરે કોઈ ફિલ્મ હાથમાં લીધી છે. ઋષિ કપૂરના અવસાન બાદ નીતૂએ ડાયરેક્ટર રાજ મહેતાની ફિલ્મ ’જુગ જુગ જિયો’ સાઈન કરી હતી.
લોકડાઉન બાદ નીતૂએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું,. જો કે, આ ફિલ્મના સેટ પર જ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાને મ્હાત આપીને ફરીથી કામમાં જોડાવા અંગે ૬૦ વર્ષીય નીતૂ કપૂરે કહ્યું, ’ફિલ્મ ’જુગ જુગ જિયો’ના સેટ પર ઘણાં લોકો સંક્રમિત થયા હતા. પરંતુ મને ખૂબ અપરાધભાવ લાગતો હતો માટે હું ઘરે પાછી આવી હતી અને ક્વોરન્ટીન થઈ હતી.’ લગભગ ૧૦ દિવસમાં નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતો અને તેમણે ફરી શૂટિંગ શરૂ કર્યું હતું. નીતૂના જણાવ્યા અનુસાર, સેટ પર તેમનાથી નાની ઉંમરના ઘણાં લોકો હતા જે કહેતા હતા કે નીતૂ આંટીને રિકવર થવામાં સમય લાગશે. પરંતુ તેમને ખોટાં પાડીને નીતૂએ થોડા જ દિવસોમાં કામ શરૂ કર્યું હતું. મહામારીના આ દિવસો કેવી રીતે પસાર કર્યા તેના વિશે નીતૂએ કહ્યું, ’સાચું કહું તો આ મારી તરફેણમાં હતું કારણકે મારા પરિવાર ૬ મહિનાથી વધુ સમય મારી સાથે રહ્યો. બધા જ લોકો મને ખૂબ પ્રેમ આપતા હતા.

Previous articleશહેરની જલારામ સોસાયટીમાં ધારેશ્વર મહાદેવનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
Next articleઆઇપીએલઃ સીએસકે કેપ્ટન ધોની સહિત ખેલાડીઓએ પ્રેક્ટિસ શરુ કરી