આજે જિલ્લામા ૨૬૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧૪૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત તેમજ ૬ દર્દીઓનું અવસાન થયું

443

ભાવનગર જિલ્લામા આજરોજ ૨૬૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯,૭૩૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૮૬ પુરૂષ અને ૬૩ સ્ત્રી મળી કુલ ૧૪૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કાદિપુર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેળાઈ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૩, ગારીયાધાર ખાતે ૨, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના નવાગામ(ગા) ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના મોણપર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રતનપર(ગા) ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૫, વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રાજપરા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૬, ભાવનગર તાલુકાના કરદેજ ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના વાવડી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના લોયંગા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૨૩, સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે ૩, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૩, સિહોર ખાતે ૪, તળાજા ખાતે ૩, વલ્લભીપુર તાલુકાના કેરીયા ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના રંગપુર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૨, મહુવા તાલુકાના માળીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના દેવળીયા ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના આદપર ગામ ખાતે ૧, જેસર તાલુકાના બીલા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના નવા રતનપર ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળાં જં. ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના સરતાનપર ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાનાં લોલીયાણા ગામ ખાતે ૧, ભાવનવર તાલુકાના નવાગામ(ગા) ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના વાળુકડ ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨, ભાવનગર તાલુકાના ભીકડા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના માલપર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૩, પાલીતાણા ખાતે ૧, મહુવા તાલુકાના ચારદીકા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોટી વડાળ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૨, જેસર તાલુકાના અયાવેજ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના મોટી બાબરીયાત ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સરવેડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના થોરડી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, ઘોઘા તાલુકાના કુકડ ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પણવી ગામ ખાતે ૧ તેમજ સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે ૧ મળી કુલ ૧૧૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે રહેતા એક દર્દી અને મહુવા ખાતે રહેતા બે દર્દી મળી કુલ છ કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૯૦ અને તાલુકાઓમાં ૫૧ કેસ મળી કુલ ૧૪૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા ૯,૭૩૪ કેસ પૈકી હાલ ૧,૭૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે.
જ્યારે જિલ્લામાં ૯૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Previous articleખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવી
Next articleભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીના ફાફા