શિશુવિહાર ખાતે માતૃભષા સંવર્ધન પારિતોષિક અપર્ણ સમારોહ યોજાયો

749
bvn1442018-8.jpg

માતુભાષાના ગૌરવને વધારવા માટે શિશુવિહાર સંસ્થા ઉપક્રમે વર્ષ-ર૦૧૮થી માતૃભાષા સંવર્ધન પારિતોષિક એનાયત કરવાનો ઉપક્રમ ગોઠવાયો. ગુજરાત પુસ્તક પરબના પ્રણેતા શીક્ષણવિદ ડો. પ્રતાપભાઈ પંડયા દ્વારા પ્રેરિત પ્રથમ પારિતોષિક રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત વનપંડિત ડો. નિખિલચંદ્ર દેસાઈને અર્પણ થયું.  શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયેલ સમારંભ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પુર્વ કુલપતિ ડો. બળવંતભાઈ જાની, ગુજરાત પ્રથમ પંગતિના કવિ પ્રા. ડો. વિનોદ જોષી તેમજ ડો. નલીનભાઈ પંડિત અને શહેરના અગ્રગણ્ય નાગરિકોએ માતૃભાષાના જતન માટે પ્રાથમિક શિક્ષણથી જ પ્રયતન શરૂ કરવા પ્રત્યે આગ્રહ રાખ્યો હતો. નાગરિકોએ રાજય સરકાર માતૃભાષા પ્રત્યેના વલણને પણ આવકાર્યું હતું. ભાવનગરની શિશુવિહાર સંસ્થા દ્વારા સમાજની સારપને સતત બિરદાવતા રહેવાની સત્ત્યતાને પણ વરિષ્ઠ પત્રકાર અવિનાશભાઈ મણિયારે આવકારી હતી. 

Previous articleસરદાર યુવા મંડળ દ્વારા બાળકોને ચપલ વિતરણ
Next articleગાયત્રીધામ ચિત્રા ખાતે આયુર્વેદ કેમ્પ યોજાયો