હિમેશ રેશમિયાન-વિશાલ દદલાની ’સારેગામાપા’ શો જજ કરશે હિમેશ-વિશાલે હાલમાં પ્રોમો માટે શૂટિંગ કર્યું

285

(જી.એન.એસ)મુંબઈ,તા.૧૭
મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની અન્ય મ્યૂઝિક રિયાલિટી શો જજ કરવા માટે તૈયાર છે. તેઓ ’સા રે ગા મા પા’ની અપકમિંગ સીઝન જજ કરતા જોવા મળશે. રસપ્રદ રીતે, હિમેશ અને વિશાલ ઈન્ડિયન આઈડલની હાલની સીઝનને જજ કરવા માટે પણ લેવામાં આવ્યા હતા. હિમેશ હજી પણ મ્યૂઝિક રિયાલિટી શોનો ભાગ છે તો વિશાલ ઘણા એપિસોડથી જોવા મળી રહ્યો નથી. તેથી, તેની જગ્યા હવે અનુ મલિકે સંભાળી છે. હિમેશ અને વિશાલે હાલમાં પ્રોમો માટે શૂટિંગ કર્યું હતું અને ’સારેગામાપા’ની નવી સીઝન ટૂંક સમયમાં શરુ થશે. મ્યૂઝિક રિયાલિટી શો સાથે સંકળાવવા અંગે હિમેશે કહ્યું, ’હું ’સારેગામાપા’ની ઘણી સીઝનનો ભાગ રહી ચૂક્યો છું અને હંમેશા અદ્દભુત અનુભવ રહ્યો છે. આ વખતે હું યંગ ટેલેન્ટને મળવાની અને તેમને લોન્ચ કરવાની રાહ જોઈ રહ્યો છું’. વિશાલ દદલાની માટે આ શો ખાસ જગ્યા ધરાવે છે. તેમણે કહ્યું, ’મારો જજ તરીકેનો પહેલો શો ’સારેગામાપા’ હતો. હંમેશા મારા માટે તે ઘર જેવો છે. આ શો પાસે ટેલેન્ટને મ્યૂઝિશ્યન અને પોપ્યુલર તેમજ સફળ પ્રોફેશનલમાં ફેરવવાનો લાંબો ઈતિહાસ છે. આ એક એવો શો છે જેનો ભાગ દરેક કોઈ બનવા માગે છે’.
તેમણે કહ્યું, ’હું આ શોનો ભાગ છું કારણ કે તે નવા અવાજ સાંભળવાની, નવા સિંગરને સક્ષમ બનાવવાની તેમજ મ્યૂઝિકના આત્મવિશ્વાસથી ભરેલા એમ્બેસેડર બનાવવાની તક છે. મારું માનવું છે કે, કોઈ પણ મ્યૂઝિશ્યનની ફરજ અન્ય મ્યૂઝિશ્યનના વિકાસમાં મદદ કરવી તે છે. પ્રામાણિકતાથી કહું તો, હું તે ગમે તે રીતે કરીશ. જો કે, ટીવી પર કેમેરા હોય છે અને મને જે ગમે છે તે કરવા માટે પૈસા આપવામાં આવે છે’. હિમેશ રેશમિયાએ કહ્યું, ’રિયાલિટી શોને જજ કરવાનું સૌથી મોટુ આકર્ષણ નવા અવાજને સાંભળવાનું હોય છે. આ પ્લેટફોર્મ થકી પણ હું નવા ટેલેન્ટને લોન્ચ કરવા માગુ છું’.