જાફરાબાદનાં વઢેરા, ચિત્રાસર, ફાચરિયામાં હિરાભાઇ દ્વારા પાણી માટે કાર્યવાહી કરાઇ

217

જાફરાબાદ તાલુકામાં ભાજપ આગેવાનોની સભાઓ શરૂ થઇ ગામલોકોને પાણી નથી મળતું તેના ઉકેલ માટે વઢેરા ચીત્રાસર અને ફાચરીયામાં હિરાભાઇ સોલંકી લઇ આવ્યા. આર.સી.ફળદુ કેબીનેટમંત્રી  વઘાસીયા, હિરેનભાઇ હિરપરા, ગામલોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. મત લેવા તો ગામોગામ સભાઓ બહુ જોઇ પણ સ્વાર્થ પતી ગયા પછી કોઇ નેતા તેના વિસ્તારના ડોકાતા નથી તેવું ધણે જોવા મળે છે. પણ જાફરાબાદ તાલુકામાં ઉલટુ જોવા મળ્યું હિરાભાઇ સોલંકીનો આ વિસ્તાર જણાવાયું છે કે ભલે લોકોએ કાવાદાવા કરી ધારાસભામાં હરાવ્યા છે પણ કોઇના ઉપર રહે રાખ્યા વગર  જનતાના દુઃખમાં ભાગ લે તેવા એક હિરાભાઇએ સાર્થક કરી દેખાડ્યું છે. હાલમાં જાફરાબાદ તાલુકામાં પીવાના પાણીની વિકટ પરીસ્થિતિ ચાલે છે. તે બાબતે ભાજપ કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, હિરેનભાઇ હિરપરા જિલ્લા પ્રમુખ,રવુભાઇ ખુમાણ મહામંત્રી, ચેતનભાઇ શિયાળ જાફરાબાદ તાલુકાની જનતા સમક્ષ ખડા કરી દીધા એક જ દિવસમાં પ્રથમ વઢેરા સરપંચ કાનાભાઇ વાઘેલા, ઉપસરપંચ લખમણભાઇ બાંભણીયા સાથે બાબરકોટથી હરેશભાઇ મકવાણા, અનકભાઇ સરપંચ, ચંદુભાઇ સરપંચ મીતીયાળા, સહિત વાંઢ, જીવનભાઇ બારૈયા વારાહ સ્વરૂપે ભાંકોદર, લોઠપુર સુધી તેજમ ચિત્રાસર ખાતે નાજભાઇ બાંભણીયા, મનુભાઇ વાજા, છગનભાઇ મકવાણા ભાજપમંત્રી, ફાચરીયા કનુભાઇ વરૂ, કુલીનભાઇ વરૂ સહિત બહોળી સંખ્યામાં ગામલોકો વચ્ચે ભાજપ કોંગ્રેસના ભેદભાવ વગર પાણી માટેની કાર્યવાહી શરૂ કરાઇ હતી.