પેથાપુર-મહુડી માર્ગ પર ફતેપુરાથી દેશી બંદુક સહિત ડફેર પકડાયો

755

રાજયમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુર્વે પોલીસ દ્વારા સાવચેતીનાં પગલે લેવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે ગાંધીનગર એસઓજી ટીમને દેશી બનાવટની બંદુક સાથે શખ્સને પકડવામાં સફળતા મળી છે.

એસઓજી કચેરીથી પ્રાપ્ત વિગતોનુંસાર પીએસઆઇ જે આર કરોતરા તથા બી એમ પટેલ તેમની ટીમનાં જવાનો સીરાજખાન, જશુભાઇ, કિરીટીસિંહ, નરપતસિંહ તથા અરવીંદસિંહ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે પેથાપુર મહુડી માર્ગ પર ફતેપુરા ત્રણ રસ્તા પાસે એક ડફેર કોમનો વ્યક્તિ બંદુક સાથે આવવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવીને શૈલેષભાઇ પ્રજાપતિનાં બોરકુવા પરથી ગુલાબ ઉર્ફે લાલો ઇસ્માઇલભાઇ લાખાભાઇ સીંધી (ડફેર)ને હાથ બનાવટની બંદુક સાથે ઝડપી લીધો હતો. પેથાપુર પોલીસને સોપીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.