ભાવનગરમાં સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગણતરની કલાકોમાં તમામ આરોપીઓ ઝબ્બે

219

ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં રહેતી એક સગીરાને તા. ૮ને બુધવારના સાંજના સાતેક વાગ્યાના સુમારે શિવાજી સર્કલ પાસેથી તેના ફઈને તથા બાપુને મારીન ાખવાની ધમકી આપી બળજબરી પુર્વક ઉઠાવી જઈને ગાયત્રીનગર બાજુ તેની નાની બહેન સાથે લઈ જઈ નાની બહેનને મારીને કાઢી મુકેલ  બાદમાં સગીરાને શંકરના મંદિર પાસે લઈ જઈ મોડીરાત્રના સૌપ્રથમ સગીરે ત્યાર બાદ અન્ય તેના ત્રણ મિત્રોએ વારાફરતી બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ બાદ ગુરૂવારે મોડી રાત્રીના શિવાજી સર્કલ મુકી ગયેલ આજે સવારે તેના પરિવારને મળી આવતા તેઓએ ઘોઘા રોડ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનનાર સગીરાની પુછપરછ કરી ગણતરીની કલાકોમાં જ એક કાયદાના સંઘર્ષમાં આવતા સગીર સહિત ચારેય શખ્સોને ઝડપી લીધા હતાં.

ગઇ તા. ૦૮/૦૫/૨૦૧૯ ના રોજ તેની નાની બહેન  સાથે તેના ફુઇના ઘરે રમવા ગયેલ અને ત્યાંથી સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઘરે પરત જતા હતા.તે દરમ્યાન શિવાજી સર્કલ પાસે  એક સગીર  તથા બીજા ત્રણ અજાણ્યા છોકરા મળેલા  અને કહેલ કે ચાલ અમારી સાથે નહી આવેતો તને અને તારા ફુઇ તથા તારા બાપુને મારી નાખીશું તેમ ઘમકી આપી સગરાને બળજબરીથી  ગાયત્રીનગર બાજુ લઇ ગયેલ અને તેની સાથેની તેની નાની બહેન બીકની મારી નાસી ગયેલ અને ગાયત્રીનગર શંકરના મંદિર પાસે લઇ ગયેલ અને ઘમકી આપી મોડી રાત્રી સુઘી બેસાડી રાખેલ અને મોડી રાત્રીના સગીરે મરજી વિરૂધ્ધ શરીર સબંઘ બાંઘેલ અને ત્યાર પછી  પ્રદિપ તથા મનીષ તથા નિરવ એ રીતેના બીજા છોકરાઓ એ પણ બળજબરીથી શરીર સબંઘ બાંઘેલ અને ત્યાર પછી તમામ છોકરાઓ મોડી રાત્રીના શિવાજી સર્કલ પાસે ભોગ બનનારને  મુકીને જતા રહેલા અને જતા જતા ઘમકી આપતા ગયેલ કે આ બાબતની જાણ જો ઘરે કરી છે. તો તને અને તારા બાપાને જાનથી મારી નાખીશું તેવી ઘમકી આપતા  ભોગ બનનાર  ઘરે ગયેલ નહી અને શિવાજી સર્કલમાં સુઇ ગયેલ ઘરે નહી જતા ઘરના સભ્યો ગોતવા નિકળતા  ભોગ બનનાર શિવાજી સર્કલ પાસેથી મળી આવેલ અને બનાવની તેઓ ને જાણ કરતા વિગેરે મતલબની ફરીયાદ ઉપરથી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ

બનાવ અંગે ભાવનગર એસ.સી/એસ.ટી.સેલના નાયબ પોલીસ અઘિક્ષક ઝેઙ આઇ. સૈયાદને તપાસનો દોર સોપવામાં આવેલ અને તપાસ દરમ્યાન આ ગુન્હાના  આરોપીઓ નિરવ જયંતીભાઇ શિયાળ ઉવ. ૨૪ રહે. ભાવનગર ઘોઘા જગાત નાકા રામાપીરના મંદિર પાસે, મનીષ હિમતભાઇ ઢાપ ઉવ. ૧૯ રહે.  ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર,  પ્રદિપ ઉર્ફે ટવિંન્કલ કાન્તીભાઇ ઢાપ ઉવ. ૨૧ રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર કાયદાના સંર્ઘષમાં આવેલ સગીર ઉવ. ૧૬ને  સરદારનગર ૫૦ વારી પ્લોટ મફતનગર વાળા વિરૂધ્ધમાં ગુન્હો રજી. કરવામાં આવેલ જે તમામ આરોપીઓ ને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવેલ છે.

આ કામગરીમાં ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પીએસઆઈ એન.જી. જાડેજા તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. જી.કે. ઇશરાણી તથા સ્ટાફના પો.કો. ચિંતનભાઇ મકવાણા, વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તીયાજખાન પઠાણ, ફારૂકભાઇ મહિડા,વનરાજભાઇ પરમાર, કિર્તિસિંહ રાણા, સાગરદાન ગઢવી. ખેગારસિંહ ગોહિલ એ ઉપરોકત તમામ આરોપીઓ ને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.