ભાવ. જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને પકડી પાડતી એલસીબી

244

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજરોજ ભાવનગર શહરેમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વનરાજભાઇ ખુમાણ તથા મનદપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી.ભાવનગરના ઓ એ કરચલીય પરામાં રહેતા રાજુ ઉર્ફે રાવણો ભુપતભાઇ વાઘેલાને ભાવનગર જિલ્લો તથા તેને અડીને આવેલ અમરેલી,બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લા માંથી ત્રણ માસ માટે હદપર કરતો હુકમ જારી કરેલ જે હુકમ આઘારે મજકુર ઇસમને તા.૧૯/૦૬/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લા માંથી  ત્રણ માસ માટે હદપાર કરવામાં આવેલ

હદપાર થયેલ ઇસમ રાજુ ઉર્ફે રાવણો ભુપતભાઇ વાઘેલા ઉવ. ૪૦ રહે. કરચલીયા પરા રાણીકા વાળો આજરોજ ભાવનગર રાજકોટ હાઇવે રોડ હાદા નગર ના નાકે હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જઇ હદપાર થયેલ ઇસમને પકડી સક્ષમ અઘિકારી પરવાનગી હોય તો બતાવવાનું જણાવતા મજકુર પાસે સક્ષમ અઘિકારી ની પરવાનગી નહી હોવાનું જણાવતા જેથી મજકુરે જી.પી.એકટ-૧૪૨ મુજબનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધમાં બોળ તળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

SHARE
Previous article07/07/2019
Next article11/07/2019