યુવા પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

475

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન સાંસ્કૃતિક પ્રવત્તિ, રમત ગમત, હિમાલય ટ્રેકીંગ, એન.સી.સી. અને એન.એસ.એસ. ક્ષેત્રમાં વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સન્માનિત કરવાનો યુવા પ્રતિભા સન્માન સમારોહ કુલપતિ ડો.એસ.એન.ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાય ગયેલ.

આ સમારંભના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત એન.સી.સી.ના કર્નલ જયેશ અધ્વર્યુએ વિદ્યાર્થીઓને પોતાની જાતનું એસેસમેન્ટ કરી કઠોર પરિઘશ્રમ કરવા અપીલ કરી હતી તેમણે સ્વપરિક્ષણમાં એસડબલ્યુઓટી વિષ્લેષણમાં તેમણે સ્ટ્રેન્થ, વિકનેસ, ઓપ્રોચ્યુનીટી, થ્રેટ વિશે માહિતી આપી હતી.

ગુજરાત ફિલ્મ થઈ જશેના મ્યુઝીક કપોઝર હેમાંગ ધોળકીયાએ પોતાના વ્યકતવ્યમાં વિદ્યાર્થીઓને પોતાનો ગોલ નક્કી કરી આવેલ પડકારોનો સામનો કરી પોતાના ક્ષેત્રમાં રસ ધરાવતા સંઘર્ષ કરી કારકિર્દી બનાવવા જણાવ્યું હતું આ પ્રસંગે સેલ્ડન જેકશન, વિખ્યાત ક્રિકેટર અને આઈપીએલ પ્લેયરે ઉપસ્થિત રહી વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી કુલપતિ ડો.એસ.એન.ઝાલાએ જણાવ્યું કે આ યુવા પ્રતિભા સન્માન સમારોહ શારિરીક શિક્ષણ વિભાગની મહેનતના પરીણામે સત્વરે યોજાયેલ છે. વિદ્યાર્થીઓને પોતાના ધ્યેયમાં પરીશ્રમ કરી પરિણામ લાવવાનું અનુરોધ કર્યો હતો યુનિવર્સિટી દ્વારા સ્કુલ લેવલના વિદ્યાર્થી માટે સમર કેમ્પ યોજાયેલ જેમની વિગતો આપી હતી. યુવા ખેલાડીઓનું સન્માન યુનિવર્સિટી દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવશે તેમ જાહેર કરેલ.

આ સમારોહમાં યુનિવર્સિટીના એકઝીક્યુટિવ કાઉન્સિલના સદસ્ય ડો.ગિરીશભાઈ પટેલ, પ્રો.દિલીપભાઈ બારડ, ડો.જે.એ.પંડ્યા અને પ્રો.ભારતીબેન ડી.દવે ઉપસ્થિત રહ્યા હતા. સમારંભની શરૂઆતમાં સ્વાગત પ્રવચન શારિરીક શિક્ષણ નિયામક ડો.દીલીપભાઈ એમ. ગોહિલ કર્યુ હતું અને નાયબ કુલસચિવ ડો.ભાવેશ જાની અને ડો.શૈલેષ મહેતાએ વિદ્યાર્થીઓની પ્રમાણપત્રો અને ટ્રોફી જાહેરાત કરી હતી. અંતમાં આભારવિધિ એન.એસ.એસ.કો.ઓર્ડિનેટર ડો.ભારતસિંહ ગોહિલ તથા સભાનું સમારોહનું સંચાલન પ્રા.શક્તિસિંહ પરમારે કર્યુ હતું.

આ સમારોહમાં ૧૧૬ વિદ્યાર્થી ભાઈઓ બહેનો સિદ્ધીઓ માટે ૧૯૬ પ્રમાણપત્રો અને ટ્રોફીઓથી સન્માનીત કરવામાં આવ્યા હતા.