તા.૧૫-૧૦-ર૦૧૮ થી ૨૧-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1903

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સુર્યગ્રહનું તુલા રાશીમાં એક માસનું ભ્રમણ જન્મના ચંદ્ર સામે ગ્રહણયોગ જેવું ફળ આપે છે. અને સુખ સ્થાનમાં રાહુ અને આયુષ્ય સ્થાનમાં ગુરૂ ગ્રહનો બંધનયોગ ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાર્યસફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. સંતાનોનો કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે  પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ શુભ અશુભ ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવશો તો અચાનક કાર્ય સફળતાના યોગ મળશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. સમયનો સદઉપયોગ કરી લેશો મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિકારણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનિચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી નવરાત્રીની પુર્ણાહુતી માતાજીના આર્શીવાદ સાથે થાય છે. એક માસથી સુર્ય ગ્રહનું અશુભ ભ્રમણ પુર્ણ થાય છે.તેથી આત્મવિશવાસમાં વૃધ્ધી થશે. કાર્ય સફળતાના યોગ મળશે. માત્ર દરેક મહત્વના કાર્યો સ્વહસ્તે જ કરવા જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ધીરજ ધરવી જરૂરી છે. ભાઈ ભાડુંનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્ય્થી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો જન્મના ચંદ્ર ઉપર રાહુ મંગળનો અશુભ અંગાર યોગ અને સપ્તાહના મધ્યભાગથી એક માસ માટે સુખ સ્થાનમાં સુર્યગ્રહનો બંધનયોગ આર્થિક માનસિક અને શારિરીક સાચવવાનું સુચવે છે. વધુ પડતો આત્મવિશ્વાસ નિરાશા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસીક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો, વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ- ગુરૂ રાહુના બંધનયોગના અશુભ સમયમાં પણ સપ્તાના મધ્યભાગથી આપનો રાશી પતી સુર્ય ગ્રહ પરાક્રમ સ્થાનમાં પસાર થશે જે આત્મ વિશ્વાસમાં વૃધ્ધી થશે કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો. કાર્યસફળતા ના યોગ મળે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવન અને આર્થિક દ્રષ્ટિએ લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને એક માસ માટે સુર્યગ્રહનું તુલા રાશીમાં રહેવું અને વાણી વર્તન અને વ્યવહારમાં નમ્રતા મેળવવાનું સુચવે છે. કાર્યોમાં સફળતા જરૂર મળશે. માત્ર ધીમીગતીએ મળશે તેથી અધીરાઈથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શનિચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નવરાત્રીન પુર્ણાહુતી સાથે આર્શીવાદ રૂપી એક માસથી ચાલતા સુર્યગ્રહના બંધનયોગથીમ ુક્તિ મળે છે. તેથી કાર્ય સફળતાના યોગ મળશે. નવા કાર્યોનું આયોજન પણ સફળ થશે. માત્ર કાલ્પનીક ભયનો ત્યાગ કરવો જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો આવી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી અશુભસફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો અંતીમ તબક્કો જે શુફળ આપે છે. તેથી કાર્ય સફળતાના યોગ યથાવત મળશે. માત્ર જન્મના ચંદ્રથી વ્યય સ્થાનમાં એક માસ માટે સુર્યગ્રહ તેની નીચ રાશીમાં ભ્રમણ કરશે તેથી વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસથી નુકશાની મળી શકે છે. મિલ્કતે અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની  બાબતમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તેજોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે.  સંતાનોની પ્રગતિ જોઈ શકશો જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય સાથે ગુરૂ રહુનો બંધનયોગ દરેક કાર્યોમાં નિષ્ફળતા આપી શકે છે. તેમ છતા એક માસ માટે લાભ સ્થાનમાં સુર્યગ્રહનું ભ્રમણ લાભદાયી પુરવાર  થશે. માત્ર આળસવૃત્તિ અને મનોરંજનનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે નમ્રતા કેળવવી જરૂરી છે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં ધીરજ રાખવી જરૂરી છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકારમળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે.  આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીના આર્શીવાદ મેળવવા ખુબ જ આવશ્યક રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ ગ્રહ અને વ્યયસ્થાનમાં શનિગ્રહનો બંધનયોગ આવેશ અને ઉશકેરાટ આપી શકે છે.ત ેથી જો કાર્ય સફળતા મેળવવી હોય તો કર્મસ્થાન અને લાભસ્થાનના પ્રબળતા આપના માટે શુભ છે. તેથી સમય સાથે જીવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પતની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોમાં પ્રગતિ થશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાનથજીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાુનુકળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી ભાગ્યસ્થાન કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપે છે. તેમ છતા મંગળ કેતુનો બંધનયોગ આવેશ અને ઉશ્કેરાટનો ત્યાગ કરવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે ધીરજ ધરવાથી જ સફળતા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નસીબ કર્મ અને લાભસ્થાનની પ્રબળતા યથાવત કાર્ય સફળતાના યોગ આપે છે. પણ સપ્તાહના મધ્યભાગથી એક માસ માટે સુર્યગ્રહનો બંધનયોગ મળે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષા નિષ્ફળતા આપી શકે છે. મિલ્કતે અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કામાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.