રાજકોટ :૧૮ વર્ષની વયે ડેબ્યુ કરનાર શોની શાનદાર બેટિંગ

1154

રાજકોટમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે રમત બંધ રહી ત્યારે ભારતે પ્રભાવશાળી બેટિંગ કરીને ચાર વિકેટે ૩૬૪ રન બનાવ્યા હતા. ધારણા પ્રમાણે જ રાહુલ સિવાયના તમામ ભારતીય બેટ્‌સમેનો છવાયેલા રહ્યા હતા. રાહુલ શૂન્ય રને આઉટ થયા બાદ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા પૃથ્વી શો અને પુજારાએ બીજી વિકેટની ભાગીદારીમાં ૨૦૬ રન ઉમેર્યા હતા. પૃથ્વી શો પ્રથમ ટેસ્ટમાં જ ૧૩૪ રન કરી આઉટ થયો હતો. ૧૫૪ બોલમાં ૧૯ ચોગ્ગા સાથે આ રન બનાવ્યા હતા. પુજારા ૮૬ રન કરીને આઉટ થયો હતો. રમત બંધ રહી ત્યારે કોહલી ૭૨ રન કરીને અણનમ રહ્યો હતો. વિન્ડિઝ તરફથી તમામ બોલરો બિનઅસરકારક દેખાયા હતા. ૧૮ વર્ષની વયમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર પૃથ્વી પંકજ શોએ  શાનદાર દેખાવ કર્યો હતો. ટેસ્ટ પ્રવેશની સાથે જ સદી પૂર્ણ કરનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો હતો. શોએ ગયા વર્ષે આ જ મેદાન પર રણજી ટ્રોફી મેચમાં પ્રવેશ કરીને સદી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઇન્ડિઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે. જો કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જોરદાર દેખાવ કરી શકે છે. ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇન્ડિઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શક્તિશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ. વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શક્તિશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. તમામ ચાહકો જાણે છે કે  ભારત અને વિન્ડિઝ વચ્ચે ક્રિકેટ સંબંધોની શરૂઆતને ૭૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. ૧૯૪૮માં ભારત સ્વતંત્ર થયા બાદ વેસ્ટઇન્ડિઝ અને ભારત વચ્ચે નવેમ્બરમાં પ્રથમ શ્રેણી રમાઈ હતી.

ભારતની ક્રિકેટ સફર ૧૯૩૨માં શરૂ થઇ હતી. ત્યારબાદ આગામી ત્રણ સિરિઝ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. ભારતનો પ્રવાસ વેસ્ટઇન્ડિઝે ૧૯૪૮-૪૯માં કર્યો હતો. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૦થી જીતી હતીભારતે છેલ્લા ૧૬ વર્ષમાં વિન્ડિઝ સામે કોઇપણ ટેસ્ટ શ્રેણી ગુમાવી નથી.

રાજકોટમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે આજે રમત બંધ રહી ત્યારે ભારતે પ્રભાવશાળી બેટિંગ કરીને ચાર વિકેટે ૩૬૪ રન બનાવ્યા હતા. ધારણા પ્રમાણે જ રાહુલ સિવાયના તમામ ભારતીય બેટ્‌સમેનો છવાયેલા રહ્યા હતા. રાહુલ શૂન્ય રને આઉટ થયા બાદ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા પૃથ્વી શો અને પુજારાએ બીજી વિકેટની ભાગીદારીમાં ૨૦૬ રન ઉમેર્યા હતા. પૃથ્વી શો પ્રથમ ટેસ્ટમાં જ ૧૩૪ રન કરી આઉટ થયો હતો. ૧૫૪ બોલમાં ૧૯ ચોગ્ગા સાથે આ રન બનાવ્યા હતા.

Previous articleમેદાન પર ફરીથી ટકરાશે અફ્રીદી અને સહેવાગ, બંન્ને રહેશે આઇકોન પ્લેયર
Next articleભીડ ઘટાડવા બે જગ્યાએ બ્લડ સેમ્પલ લેવાશે