યુવાનોમાં ચિંતા, તણાવ, સ્ટ્રેસ, માનસિક તંગ દિલી દુર કરવા જરૂરી છે, અને યોગ જ એ દુર કરી શકે છે.
ભાવનગર કેળવણી મંડળ સંચાલિત એલ. આર. વળીયા આર્ટસ એન્ડ પી. આર. મહેતા કોમર્સ કોલેજ ભાવનગરમાં વિધાર્થીઓમાં યોગની જાગૃતિ આવે અને નિમિત રીતે યોગ અભ્યાસ કરી પોતાની જીવન શૈલી આદર્શ અપનાવીને સમાજ, રાષ્ટ્ર ઉપયોગી કાર્ય કરે તે હેતુ સાકાર થાય તે માટે એક મહિનાની વિના નિશુલ્ક યોગ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર એક મહિનાની યોગ તાલીમને અંતે વિધાર્થીઓને યોગના ટ્રેનર તરીકેનું બિરુદ મળશે. આ સમગ્ર યોગ તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા કો ઓર્ડીનેટર જીગ્નેશ ભાઈ પટેલ દ્વારા સંચાલન થઇ રહ્યું છે. આજના આ તનાવગ્રસ્ત યુગમાં સ્ટ્રેસ, માનસિક, માનસિક તંગદિલી, રોજ બરોજની ચિંતાઓ થી ચારે બાજુથી માનવી ઘેરાયેલો છે. ત્યારે માનસિક રીતે યુવાનો મજબુત બને તે હેતુ થી આ પ્રકારના કાર્યક્રમો જરૂરી છે. આ યોગ તાલીમ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. વિરમદેવ સિંહ બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.ટી. આઈ. ડૉ. દિગંત ભાઈ ઓઝા જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્ય માટે ભાવનગર કેળવણી મંડળનાં પ્રમુખ રાજેન્દ્ર ભાઈ દવે મંત્રીશ્રી દેવેન્દ્રભાઈ વ્યાસ ચેરમેન ગીરીશ ભાઈ શાહ ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવેલ છે.