ખજુદ્રા ગામ માં વિદ્યાર્થીઓ બાળકો ગંદકી ના પાણી માં થી નીકળી સ્કૂલે ભણવા જવા માટે મજબૂર બન્યા.

21

ઉના તાલુકાના ખજુદ્રા ગામ ની અંદર લોકો ને અવર જવર કરવા માટે ગામ નો મુખ્ય રસ્તો હોય અને તેજ રસ્તા પર ગામ ની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રો આવેલા છે. રસ્તા પર લાંબા સમય થી પાણી અને ગંદકી ખુબજ મોટા પ્રમાણ માં જોવા મળે છે. જેના કારણે લોકો માં બીમારી નો ભય ડર જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો એ ખજુદ્રા ગ્રામ પંચાયત પર આરોપ લગાવ્યા હતા કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના કામ કરવા માં આવતા નથી. મુખ્ય રસ્તા પર ગટર વ્યવસ્થા ની ખાસ જરૂર હોય જેથી પાણી નિકાલ થઈ શકે. સ્થાનિક તંત્ર દ્વારા ગામ ની અંદર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવા માં આવતી નથી. પ્રાથમિક શાળા અને આંગણવાડી ના અનેક બાળકો રોજે રોજ આ ગંદકી નો સામનો કરી રહ્યા છે. ગામ લોકો ની માંગ એવી સેકે વહેલી તકે આ ગંદા ખરાબ પાણી કિચડ ને દુર કરી વહેલી તકે ગામ ના રોડ રસ્તા ની રેગ્યુલર સાફ સફાઈ કરવા માં આવે એવી ગામ લોકો ની માંગ છે.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleસિહોર ના સુરકા દરવાજા પાસે થી પસાર થતા ટાણા રોડ બનાવવા નું ખાતમુહૂર્ત કરાયું
Next articleવળીઆ આર્ટસ અને કોમર્સ કોલેજ ભાવનગરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા કોલેજના વિર્ધાર્થીઓ માટે વિનામૂલ્યે સર્ટીફાઈડ યોગ ટ્રેનર બનાવવાની ટ્રેનીંગનો થયેલો પ્રારંભ