રાણપુરમાં ગૌચર બચાવો ની માંગ સાથે રેલી નિકળી મામલતદાર-ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યુ…

21

માલધારી સમાજ સહીત દરેક સમાજના લોકો મૌન રેલીમાં જોડાયા,ગૌચર માં દબાણ નહી હટાવાય તો ઉગ્ર આંદોલન,રાણપુર બંધ નું એલાન આપવાની ચિમકી આપવામા આવી…
બોટાદ જીલ્લાના રાણપુરમાં ગૌચરની જમીન ઉપર કરેલા દબાણો દુર કરવા ની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી.રાણપુરમાં માલધારી ચોક થી રેલી નિકળી તાલુકા પંચાયત ખાતે ઈન્ચાર્જ ટી.ડી.ઓ.રોનક પટેલ ને ગૌચર માં દબાણો દુર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.ત્યારબાદ આ રેલી મામલતદાર કચેરી ખાતે પહોચી હતી જ્યા નાયબ મામલતદાર બી.પી.રાણા ને ગૌચર માં દબાણો હટાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.રાણપુર ગામ તળમાં ૧૫૦૦ થી ૧૮૦૦ વીઘા ગૌચર જમીન આવેલ છે.આ ગૌચર જમીન પર અસામાજિક તત્વો ભૂમિ માફિયા વર્ષોથી દબાણ કરેલ છે.તમામ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજદીન સુધી આ ગૌચર જમીન પર દબાણ દુર કરવામાં આવેલ નથી. હાઈકોર્ટ તરફથી બે હુકમ પણ કરેલ છે.ડી.આઈ.એલ.એફ તરફથી માપણી પણ થઇ ચુકેલ છે.પરંતુ આ દબાણ ધારકોને અત્યારે સુધી દબાણ ખાલી કરેલ નથી.સરકાર તરફથી નોટીસ આપેલ છે.પરંતુ આ ભૂમિ માફિયા ગેર કાયદેસર દબાણ કરેલછે.રાજકીય વર્ગ ધરાવતા હોઈ અથવા સરકારના અધિકારી આંખ આડા કાન કરે છે. સરકાર તરફથી લેન્ડ ગ્રેબિંગ કેમ દાખલ કરતા નથી.આવા ભૂમિ માફિયા ઉપર કાયદેસર કાર્યવાહી કરી ઝડપથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરી અબોલ અને મૂંગા પશુ ઓને ન્યાય આપવાની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી.તાત્કાલિક આ ગૌચર ઉપર કરેલા દબાણો નહી હટાવવામાં આવે તો આગામી દીવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની અને રાણપુર બંધ ના એલાનની ચિમકી ઉચ્ચારી હતી.આ રેલીમાં માલધારી સમાજ સહીત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તાત્કાલિક ગૌચર ની જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવાની માંગ કરી હતી..
ગૌચરમાં દબાણ નહી હટાવાય તો ઉગ્ર આંદોલન સાથે ઉપવાસ ઉપર ઉતરશુ:-રામાભાઈ ગાંગડીયા
આ બાબતે રાણપુર માલધારી સમાજના આગેવાન રામાભાઈ વજેકરણભાઈ ગાંગડીયા એ જણાવ્યુ હતુ કે રાણપુર ગામની તળમાં ૧૫૦૦ થી ૧૮૦૦ વીઘા ગૌચર ઉપર દબાણ કરેલ છે તે હટાવવા માટે હાઈકોર્ટે હુકમ કરવા છતા સ્થાનિક તંત્ર ની મીલી ભગત ને કારણે ગૌચર નથી હટાવતા જેના કારણે આજે રાણપુર તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ છે.તાત્કાલિક ગૌચર માં દબાણ હટાવે નહી તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે ઉપવાસ પર માલધારીઓ બેસવાના છીએ અને રાણપુર બંધનુ એલાન પણ આપીશુ….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleકલા મહાકુંભમાં શ્રી આર્ય કુળ કન્યા વિદ્યાલય ની સિદ્ધિ
Next articleમારુતિ ધામ સોસાયટી બસ સ્ટેન્ડ ની સામે પ્રથમ ગણેશોત્સવ નું ભવ્ય આયોજન