દેવ ભૂમિ પંચાળનાં પવિત્ર તીર્થ ધામ ત્રિનેત્રેશ્વર ખાતે ગુજરાત સૌરાષ્ટનો ભાતીગળ લોક મેળો તરણેતરનો મેળો યોજાશે..

22

પાળીયાદ વિહળધામ જગ્યાના મહંતના હસ્તે પૂજનવિધિ, અભિષેક કર્યા બાદ બાવન ગજની ધજા ચડાવવામા આવે પછી જ મેળો શરૂ થાય છે…
સૌરાષ્ટ્રના મહાભારત કાલીન સુપ્રસિદ્ધ તીર્થધામ ત્રિનેત્રેશ્વર ઉર્ફે તરણેતર સાથે એક વિશેષ કથા જોડાયેલી છે. એ મુજબ મહાભારતના સમય કાળમા પાંચાળ નરેશ મહારાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર આ સ્થાને રચવામા આવેલ. જેમાં સ્તંભ પર ફરતી માછલીની આંખને ત્રાજવાના પલ્લામાં ઉભા રહી, નીચે તેલમાં જોઈ, ઉપર નિશાન લગાવીને વિંધવાની શર્ત હતી. છદ્મવેશમાં ફરતા પાંડવો પૈકી કુંતી પુત્ર અર્જુન દ્વારા માછલીની આંખ પોતાનાં બાણથી વીંધીને શરત મુજબ આ સ્વયંવર જીતેલ. તેથી અર્જુન સાથે દ્રૌપદી ના લગ્ન થયેલ એજ દેવ-ભૂમિ એટલે પંચાળનું પવિત્ર તીર્થધામ તરણેતર, જ્યાં ભગવાન શિવ ત્રિનેત્રેશ્વર રૂપે બિરાજમાન છે, જ્યાં હજુ ય એ યુગના પુરાતન પુરાવા ઉપલબ્ધ છે.ભાદરવા મહિના ની ગણેશ ચોથના દિવસે તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજન વિધિ અને અભિષેક પછી મંદિરે બાવન ગજની ધજા ચડાવવામા આવે છે. આ સમયે ત્યાં વર્ષોની પરંપરા મુજબ વિશાળ માનવ મેદની એકત્રિત થાય છે અને ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળો પણ યોજાય છે.

બસો વર્ષ પૂર્વે પરમ પૂજ્ય વિસામણબાપુ દ્વારા તરણેતર – ત્રિનેત્રેશ્વર મંદિરે પોતાની પાઘડી છોડી અને ધજા બાંધેલી ત્યારથી એક પરંપરા ઉભી થઇ કે પાળીયાદ વિહળધામ જગ્યાના મહંતના હસ્તે પૂજનવિધિ અને અભિષેક કર્યા બાદ બાવન ગજની ધજા ચડાવવામા આવે, પછી જ મેળો શરૂ થાય છે..આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન સહિત સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ પણ હાજર હોય છે.આ વર્ષે પણ તા.૩૧/૮/૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ધામ ધૂમ થી સમસ્ત તરણેતર ગામજનો ની હાજરીમાં પાળીયાદ જગ્યાના મહંત ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના શુભ હસ્તે ધ્વજારોહણ થશે તેમજ પુ.બા દ્વારા ભાવિક ભક્તોને આશીર્વચન આપવામા આવશે. જગ્યાના સંચાલક પૂજ્ય ભયલુબાપુ , બાળઠાકર પૂજ્ય પૃથ્વીરાજબાપુ , પૂ. ગાયત્રીબા , પુ. દિયાબા સહિત ઠાકર પરીવારની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થશે. વિહળ પરીવારનો સેવક સમુદાય પણ આ કાર્યક્રમમાં ખુબ વિશાળ સંખ્યામા જોડાશે..આ સમગ્ર કાર્યક્રમ બાદ જગતના પત્યક્ષ આરાધ્ય દેવ તેમજ કાઠી ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવનાં મંદિર નવા સૂરજદેવળ ખાતે પુ. બા તેમજ ઠાકર પરીવાર સૂર્યનારાયણ દેવ ના દર્શન કરીને આશીર્વાદ લેશે. ત્યારબાદ સુરજદેવળ મંદિરે ધજા ચડાવી, પુ.બા સહિત તમામ ભાવિક ભક્તો અને વિહળ પરીવારનો સેવક સમુદાય નવા સુરજદેવળ મંદિર ખાતે બપોરના ૧:૦૦ કલાકે ભોજન પ્રસાદ લેશે.ત્યારબાદ ચોટીલા તાલુકાનું ઢાંકણીયા ગામ, કે જ્યાં કવિ હેમુ ગઢવીનું જન્મ સ્થળ છે. જ્યાં એમનું સ્મારક બનાવવામા આવેલ છે, જે હેમતીર્થ નામથી પ્રખ્યાત છે જ્યાં પુ.બા દ્વારા શુભેરછા મુલાકાત લેવામા આવશે….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Previous articleઆરોગ્ય અને શિક્ષણના મહાનદાતા જતીનભાઈ શેઠ નું અવસાન થતા રાણપુરમાં વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી શોક વ્યક્ત કર્યો…
Next articleકલા મહાકુંભમાં શ્રી આર્ય કુળ કન્યા વિદ્યાલય ની સિદ્ધિ