આરોગ્ય અને શિક્ષણના મહાનદાતા જતીનભાઈ શેઠ નું અવસાન થતા રાણપુરમાં વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી શોક વ્યક્ત કર્યો…

19

બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા…
સ્વાતંત્ર્ય સૈની,નીડર પત્રકાર એવા અમૃતલાલ ડી.શેઠના પૌત્ર જતીનભાઈ શેઠ નું મુંબઈ ખાતે દુખઃઅવસાન થતા રાણપુર પંથકમાં શોક નું મોજુ ફળી વળ્યુ છે.
બોટાદ જીલ્લાના રાણપુર પંથકમાં શિક્ષણ તેમજ આરોગ્ય ના ભામાશા અને મહાન દાનવીર તરીકે જાણીતા અને મુંબઈ ખાતે રહેતા રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એ.ડી.શેઠ હોસ્પિટલના ચેરમેન જતીનભાઈ શેઠ નું તારીખ-28-8-2022 ના રોજ અવસાન થતા સમગ્ર રાણપુર શહેર સહીત પંથકમાં શોક નું મોજુ ફળી વળ્યુ હતુ.જતીનભાઈ શેઠ નું અવસાન થતા રાણપુર વેપારી મહામંડળ દ્વારા આજરોજ તારીખ-29-8-2022 ના રોજ બપોરે 1 થી 4 વાગ્યા સુધી રાણપુર બંધ નું એલાન આપવામાં આવ્યુ હતુ.જેને લઈને રાણપુર શહેરની તમામ બજારો સ્વયંભૂ બંધ રહી હતી અને જતીનભાઈ શેઠ નું અવસાન થતા શોક પાળ્યો હતો….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleભાવનગર જિલ્લાના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા મુકેશ લંગાળીયાના રાજીનામાની માંગ કરાઈ
Next articleદેવ ભૂમિ પંચાળનાં પવિત્ર તીર્થ ધામ ત્રિનેત્રેશ્વર ખાતે ગુજરાત સૌરાષ્ટનો ભાતીગળ લોક મેળો તરણેતરનો મેળો યોજાશે..