વિશુદ્ધાનંદ સ્કૂલ મા સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ અંગે વાર્તાલાપ યોજાયો

23

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 5 થી 8 ના બાળકોને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ અંગે વાર્તાલાપ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર જિલ્લા મંત્રી શ્રી અજયભાઈ ભટ્ટ દ્વારા પ્રવૃત્તિ નો ઇતિહાસ અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ દ્વારા જીવન ઘડતરની અપાતી તાલીમ અંગે વાત કરવામાં આવી આ ઉપરાંત જુદા જુદા પ્રવૃત્તિ ના ગીતો હર્ષનાદ વિવિધ ક્લેપ પણ બાળકોને કરાવવામાં આવી પ્રવૃત્તિ સાથે જોડાવા ઇચ્છતા બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી સરલાબેન સાકરીયા તેમજ શિક્ષક મિત્રોનો ખુબ સુંદર સહયોગ સાપડ્યો હતો.

Previous articleસ્કાઉટ ગાઈડ દ્વારા સુવર્ણ સ્વચ્છ અભિયાન અંતરગત રેલી યોજવામાં આવી