પ્લાસ્ટિક મુકત ભારત અભિયાન અંતર્ગત લોક ગ્રામ દક્ષિણ મૂર્તિ દ્વારા અનોખી પહેલ

584

ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા મણાર સંસ્થા માં ચાલતા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ની બહેનો એ પ્લાસ્ટીક મુક્ત ભારત ના અભિયાન અંતર્ગત અને નાના બાળકોને દિવાળી ની ખુશાલી માટે અનોખી પહેલ

ઉપરોકત બાબતે સંસ્થા ના નિયામક સુરસંગભાઈ ચૌહાણ અને શાળા ના આચાર્ય  ડાહ્યાભાઈ ડાંગર તેમજ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ના શિવણ વિભાગ ના  સંચાલક  હીનાબેન ના માર્ગદર્શન નીચે ચાલતા આ શિવણ ઉદ્યોગ ની બહેનો એ જે ૭૫ નાના બલિકાઓ ના ડ્રેસ બનાવેલ તે તેમજ ૫૦ કાપડ ની થેલી બનાવેલ તે ગ્રામ દક્ષિણામૂર્તિ પ્રાથમિક શાળા ની બાળાઓને ભેટ આપેલ તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત પ્રાથમિક શાળા ના વાલીઓને કાપડ ની થેલી ભેટ આપેલ આ કાર્યક્રમ માં શિવણ કલાસ ની બહેનોને પ્રોત્સાહિત કરવા તળાજા આઈ.ટી.આઈ. ના પ્રિન્સિપાલ જયભાઈ દવે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય  વેલાજીભાઈ જાની તથા મ.શિ. વિજયાબહેન તેમજ સંસ્થા ના પૂર્વ નિયામક  પ્રવિણભાઇ મહેતા તેમજ હાલના નિયામકશ્રી સુરસંગભાઈ તથા લોકશાળા ના આચાર્ય  ડાહ્યાભાઈ ડાંગર અને તેમના સ્ટાફ ગણના હસ્તક આ ડ્રેસ અને થેલી ની ભેટ આપવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તથા આભાર વિધિ અલ્પેશનભાઈ જાની એ કરેલી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅમરગઢ : ઉદ્યોગ સાહસિકતા માર્ગદર્શન