શહેરની મુખ્ય બજારોમાં અડધી રાત્રે દબાણો દુર

83

ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા ગત રાત્રિ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો જેવાકે એમ.જી.રોડ,પિરછલ્લા શેરી, વોરા બજાર, ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી દુકાનદારો દ્વારા દુકાનની બહાર કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા જેમાં દુકાનની બહાર લગાવેલા બોર્ડ, વસ્તુ ટીગાડવા માટે બહાર કઢાયેલા સળિયા, લાકડીઓ, પડદા સહિત હટાવી દેવામાં આવ્યા હતા.આ ઉપરાંત રાહદારીઓ તથા વાહન ચાલકોને નડતરરૂપ હોય તેવા ઓટલા તથા પગથીયાઓ હટાવી દેવામાં આવ્યા હતા દિવસ દરમિયાન વેપારીઓ દ્વારા દુકાનની બહાર લટકાવવામાં આવતા માલસામાનના કારણે લોકો પસાર પણ ન થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને વાહનચાલકોને નીકળવું પણ ભારે મુશ્કેલ થાય છે આ અંગેની તંત્રને મળેલી વ્યાપક ફરિયાદો બાદ ગતરાત્રીના દબાણ હટાવ સેલ દ્વારા એમ.જી.રોડ, પિરછલ્લા શેરી,વોરા બજાર, ગોળ બજાર સહિતના વિસ્તારોમાંથી નડતરરૂપ દબાણો હટાવ્યા હતા.

Previous articleશહેર અને જિલ્લામાં રેશન શોપધારકોની હડતાલના કારણે વિતરણ વ્યવસ્થા ઠપ્પ
Next articleભાવનગરની સરકારી કચેરીઓ અને સાર્વજનિક સ્થળોએ તમામ બોર્ડ ગુજરાતીમાં ફરજીયાત