ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેનની બીજા તબક્કાની પીરછલ્લા વોર્ડની “હર ઘર દસ્તક (બૂથ સંપર્ક) યાત્રા” પૂર્ણ

32

તારીખ ૫ ડિસેમ્બર ૨૦૨૧ અને રવીવારના રોજ સાંજે ૮-૦૦ કલાકે, બીજા તબક્કાની પીરછલ્લા વોર્ડની “હર ઘર દસ્તક (બૂથ સંપર્ક) યાત્રા” પ્રેમભાઈ મંગલાણીના ઘર ખાતે પૂર્ણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ એક નવા જ અભિગમથી નવા વર્ષની શુભેચ્છા માટે આ યાત્રાનું આયોજન કરેલ. જેમાં પોતાના મત વિસ્તારમાં આવતા તમામ પરિવારોને ઘેર ઘેર જઈને રૂબરૂ મળીને નવા વર્ષના “નુતન વર્ષાભિનંદન”, “રામ રામ”, “જયશ્રી કૃષ્ણ” કરવાનું વિશિષ્ટ કાર્ય હાથ ધરેલ. આ બૂથ સંપર્ક યાત્રાની સાથો સાથ પ્રદેશ ભાજપ તરફથી “હર ઘર દસ્તક” અભિયાન” અંતર્ગત જે પરિવારે ‘સંપૂર્ણ કોરોના વેકસીન કરેલ, તે પરિવારનો સંપર્ક કરીને એ પરિવારને “સુરક્ષિત પરિવાર, મારો પરિવાર સંપૂર્ણ વેકસીનેટેડ” જાહેર કરીને તે પરિવારના ઘરે “સ્ટિકર” લગાવીને સન્માનીત કરવામાં આવેલ. તેમજ અભિયાન દરમ્યાન પ્રજાલક્ષી જે કંઇ પ્રશ્નો રજુ થયા તેનો ટેકનોલોજીકલ રેકર્ડ (વોટ્‌સએપના માધ્યમ) કરીને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીને તેનું નિરાકરણ લાવવામાં આવેલ. વાલ્મિકી સમાજના ચંદુભાઈ નૈયાના પરિવાર સાથે તેમના ઘરે જ બનાવેલું ભોજન લઈને શ્રી વિભાવરીબેન દવેએ “સામાજિક સમરસતાનો વિચાર” મંત્રમૂર્ત કરતાં, બીજા તબક્કાની આ “બૂથ સંપર્ક યાત્રા (હર ઘર દસ્તક)” નો પ્રારંભ કરેલ. યાત્રા દરમ્યાન લોકો કુમકુમ, તિલક, ફુલહારથી સ્વાગત કરવા ઉત્સાહ અને આતુરતા પૂર્વક આ “યાત્રા”ની રાહ જોઈને ઊભા રહેતા હતાં. ફૂલ પાંખડીઓ વેરીને પણ વિભાવરીબેન “દીદી” નું સન્માન પૂર્વક સ્વાગત કરતાં લોકોનો ઉત્સાહ અને પ્રેમ અનેરો હતો. જો કે શ્રી વિભાવરીબેનની કાર્યદક્ષતાને કારણે તાજેતરમાં એક બહેરા-મૂંગા બાળકની સફળ સર્જરી કરવામાં આવેલ, “હર ઘર દસ્તક (બૂથ સંપર્ક) યાત્રા” દરમ્યાન તે બાળકનો ભેટો થઈ જતાં જે ભાવવિભોર દ્રશ્ય સર્જાયા હતાં તે આ યાત્રાનો ‘ક્લાઇમેક્સ’ કહી શકાય તેવા હતાં. ભાવનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, તેમજ શહેર ભાજપના મહામંત્રી અને યાત્રાના મુખ્ય ઇન્ચાર્જ યોગેશભાઇ બદાણી, મહામંત્રી શ્રીઓ ડી. બી. ચુડાસમા, અરુણભાઇ પટેલ સહિત ભાવનગર શહેર ભાજપ સંગઠન, વરિષ્ઠ આગેવાનો, વોર્ડના ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જ, હાલના નગરસેવકો, પૂર્વ નગરસેવકો, વોર્ડના પ્રમુખ તેમજ વોર્ડ સંગઠન અને શહેરના યુવા મોરચાના યુવાનો અને મહિલા મોરચાના કાર્યકરો ઉપરાંત શહેર આઈ.ટી સેલ, મીડિયા સેલના ઇન્ચાર્જ સહિત કિસાન મોરચો, અનુસુચિત જાતિ અને અ.જનજાતિ મોરચા સહિત તમામ સેલ-મોરચાના આગેવાનો, કાર્યકરો, સભ્યો આ યાત્રામાં જોડાયેલ. આગામી ત્રીજા તબક્કાની ચાર દિવસની “બૂથ સંપર્ક યાત્રા” નવી થીમ અને વિચાર સાથે અન્ય વોર્ડમાં ફરી શરૂ કરવામાં આવશે જેની જાણ જે તે વિસ્તારમાં રહેતા લોકો, સ્નેહી-શુભેચ્છકોને અખબાર, ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોસિયલ મીડિયા દ્વારા કરવામાં આવશે. તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયાની યાદી જણાવે છે.