ભાવનગર રેલવે ડિવિઝનમાં “મહાપરિનિર્વાણ દિવસ” ઉજવાયો

130

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ભારત રત્ન એવોર્ડ વિજેતા બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરના ૬૬માં મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ બાબાસાહેબનું અવસાન થયું, જેને દર વર્ષે મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં, ભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરી ખાતે ૦૬ ડિસેમ્બર ૨૦૨૧ ના ??રોજ બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુનિલ આર. બારાપાત્રે (એડીશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર) અને ડિવિઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટનું મૌન રાખ્યું. ડિવિઝનલ રેલ્વે મેનેજરની કચેરીના નિર્મલ હૃદય કક્ષમાં અધિકારીઓ અને કર્મચારીઓએ બાબા સાહેબની તસવીરને માલ્યાર્પણ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Previous articleભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેનની બીજા તબક્કાની પીરછલ્લા વોર્ડની “હર ઘર દસ્તક (બૂથ સંપર્ક) યાત્રા” પૂર્ણ
Next articleમગફળીને માવઠાનો માર : ભેજ લાગતા ફુગ ચડી