કલા મહાકુંભમાં શ્રી આર્ય કુળ કન્યા વિદ્યાલય ની સિદ્ધિ

6

તાજેતરમાં યોજાયેલ ઝોન 3 કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં શાળાની દીકરી કૃપા નિલેશભાઈ ચાવડા પ્રથમ નંબર મેળવેલ તેમજ ચિત્રકલામાં કીર્તિ રાજુભાઈ ગોહિલ પ્રથમ ક્રમાંક મેળવીને હવે યોજનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઝોન 3 નું પ્રતિનિધિત્વ કરશે વિદ્યાર્થીનીઓને તાલીમ અને માર્ગદર્શન શાળાના શિક્ષક નિલેશભાઈ એમ ધાંધલા દ્વારા અપાયેલ શાળાના યુવા ટ્રસ્ટી નીત્ય રાજ સિંહ જાડેજા દ્વારા વિદ્યાર્થી અને શિક્ષક શ્રી ને અભિનંદન પાઠવાયેલ, શાળા પરિવારના રુચાબેન દવે અને જયેશભાઈ ચૌહાણ દ્વારા પ્રોત્સાહન અપાયેલ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર