જિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

9

પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અરજદારોને ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાયો
રાજ્યનાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો સાતમો તબક્કાનો “સેવા સેતુ” કાર્યક્રમ ભાવનગર જિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમ તા.૨૨/૧૦/નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉમરાળા તાલુકાનાં કેરીયા, ઘોઘા તાલુકાનાં નેસવડ, સિહોર તાલુકાનાં ભૂતિયા, મહુવા તાલુકાનાં રાજાવદર, ગારીયાધાર તાલુકાનાં ભેંસણકા, પાલીતાણા તાલુકાનાં મોટી પાણીયારી, ભાવનગર તાલુકાનાં અધેળાઇ, વલ્લભીપુર, જેસર અને તળાજા ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. આ તમામ ગામનાં લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.