મહુવાનાં વાઘનગર ખાતે આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

110

લોકોને આંગણે આવી સેવા પૂરી પાડવા રાજ્ય સરકાર કટીબધ્ધ :રાજ્યમંત્રી આર.સી.મકવાણા
ભાવનગર જિલ્લામાં સેવા સેતુનો સાતમો તબક્કો મહુવા તાલુકાનાં વાઘનગર ગામ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાની અદ્યક્ષતામાં યોજાયો હતો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પોતાના બ્લડ-પ્રેશરનું ચેકિંગ કરાવી સામાન્ય નાગરિકની જેમ તેઓ પણ રાજ્ય સરકારની આવી સેવાનો લાભ મેળવે છે તેવી જનતાને પ્રતીતિ કરાવી હતી.

તેમણે વિવિધ સ્ટોલોની મુલાકાત લઇ આપવામાં આવતી સેવાઓ વિશેની તલસ્પર્શી માહિતી પણ મેળવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાએ જણાવ્યું કે, રાજ્ય સરકારની સહાયથી એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. સેવા સેતુએ અમારા માટે શાસન માટેની પ્રતિબદ્ધતાનો દ્યોતક છે.તેમણે કહ્યું કે, બીમારી ક્યારે આવે તેની આપણને ખબર હોતી નથી, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રાજ્ય સરકાર તમારી પડખે ઉભી છે.દેશમાં કોરોના સામેની લડાઈ લડતા દેશના સો કરોડ નાગરિકોને કોરોનાની રસી આપવાની ભારતે સિદ્ધિ મેળવી છે તે આનંદની વાત છે.ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગામો દરિયાકિનારે આવેલા છે.જેને લીધે ક્ષારવાળા પાણીને લીધે મોટી ઉંમરના લોકોને સાંધાના દુખાવાની ફરિયાદો રહેતી હોય છે.આવી બધી બીમારીઓ સમયસર રશી ન લેવાની અજ્ઞાનતાને કારણે થાય છે. આવું ન થાય તે માટે આપણે પી.એમ. મા જય કાર્ડ કઢાવી લેવું જોઈએ. અને આ કાર્ડ કાઢી આપવા માટે સરકાર આપના આંગણે આવી છે.ત્યારે તેનો તેનો મહત્તમ લાભ લેવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.આ તકે મહુવા નાયબ કલેકટરએ જણાવ્યું હતું કે, આ સાતમાં તબક્કાનાં સેવાસેતુ કાર્યક્રમ થકી આજે વાઘનગર ખાતે રાજ્ય સરકારની સેવાઓ પૈકીનાં ૧૩ વિભાગોની ૫૬ સેવાઓ પૂરી પાડવામાં આવનાર છે.વધુમાં તેમણે રસીકરણ ન કરાવેલ હોય તેવાં લોકોને રસીકરણ કરાવી લેવાં તેમજ જેમણે બીજો ડોઝ ન લીધો હોય તેવાં લોકોને બીજો ડોઝ લઇ લેવાં અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર- મહુવા, તાલુકા વિકાસ અધિકારી- મહુવા સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleજિલ્લાની મસ્જિદો ખાતે કાનૂની જાગૃતતા કાર્યક્રમ તથા કાનૂની શિબિર યોજાઈ
Next articleજિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન