શિકારની શોધમાં સિંહ કૂવામાં પડયો

7

ગીર ગઢડાના ખિલાવડ ગામે સિંહ કૂવામાં ખાબક્યો, વનવિભાગનું રેસ્કયુ: વનવિભાગે સિંહને બહાર કાઢી અન્ય સિંહો સાથે છોડી દીધો |
ગીર ગઢડા તાલુકાના ખીલાવડ ગામે ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો હતો જે અંગે વન વિભાગને જાણ થતા ખાસ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે સિંહને બહાર કાઢ્યો હતો જે બાદ સિંહને અન્ય સિંહોની સાથે છોડી દેવામાં આવ્યો હતો. ગીર ગઢડા તાલુકાના ખિલાવડ ગામની સીમમાં વાડીના ધાબા ઉપર (૫) પાછડા સિંહોનું ગ્રૂપ બેઠુંહતું ત્યારે અંદાજીત ૬ વર્ષ નો એક સિંહ અકસ્માતે કૂવામાં પડીગયેલ અને કુવાની એક ભેખડ ઉપર બેચી જતા આજે બપોરે વાડીનો ભાગ્યો કુવાપાસે થી પસાર થતા કુવામાંથી સિંહનો અવાજ આવતા જોતા ભેખડમાં એક સિંહ નઝર આવતા તુરત વાડીમાલિક ને જાણ કરતા વાડી માલિક પોપટભાઈ હિરપરાએ સરપંચ ને જાણ કરતા સરપચે જસાધાર રેજની કચેરી એ જાણ કરતા આર. એફ. ઓ. અનેરેકયું ટીમનો ૧૫ થી વધારે નો સ્ટાફ પાંજરું લહી ઘટના સ્થળ ઉપર કૂવામાં દોરડું નાખી સિંહ ને બાંધી બહાર કાઢી સલામત રીતે પાંજરામાં પુરી જીવ બચાવ્યો હતો અને જસાધાર એનિમલ કેર સેન્ટર માં ખસેડેલ છે.
રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ