સિહોર ના સુરકા દરવાજા પાસે થી પસાર થતા ટાણા રોડ બનાવવા નું ખાતમુહૂર્ત કરાયું

5

વર્ષોથી શિરદર્દ સમાન બની ગયેલ ટાણા રોડ ની બદતર હાલતે અનેક ના હાડકા ખોખરા કરી નાખ્યા હતા ત્યારે આ રોડ પર બ્રેકફેલ,અકસ્માતો તથા ઇજાઓ પહુચાડતા આ રોડ પર કાજાવદર,સાગવાડી,બોરડી,ટાણા,વરલ,દેવગાણા, અગિયાળી, ભાંખલ સહિત અનેક ગામો ને જોડતો આ રોડ સિહોર થી લીલાપીર વિસ્તાર સુધીમાં તો ખુબજ ખરાબ હતો વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ આવતું ન હતું ત્યારે આ અંગે સિહોર નગરપાલિકા પ્રમુખ વી ડી.નકુમ તથા તેમની ટિમ દ્વારા તાબડતોબ એક કરોડ સાઈઢ લાખ ની ગ્રાન્ટ મંજુર કરાવી આજરોજ ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા ના હસ્તે કરવામાં આવી હતી,જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયા, ભરતસિંહ ગોહિલ,અશોકભાઈ ઉલવા,દિવ્યેશ સોલંકી તથા કોર્પોરેટરો,ત્યારે નગરજનો તથા વાહનચાલકો માં હર્ષની લાગણી જોવા મળી હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર.