સુવર્ણ સ્વચ્છ અભિયાન મા જોડાયા ભાવનગરના સ્કાઉટ ગાઈડ

74

તા 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર દરમ્યાન સમગ્ર ભારતમા સુવર્ણ સ્વચ્છ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે ભાવનગર મહાનગર પાલિકા અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ ના સયુક્ત ઉપક્રમે ગૌરીશંકર સરોવર બોરતળાવ ખાતે સ્વચ્છતા અભિયાન ની શુભ શરુઆત આજ રોજ હાથ ધરવામાં આવ્યું સવારે 08 થી 10 દરમિયાન પ્લાસ્ટિક નો કચરો , ખંડીત મુર્તિઓ તેમજ અન્ય કચરો બોટહાઉસ ના ગેટપાસે એકત્ર કર્યો હતો અને શોલીડ વાસ્ટ ખાતાના સહયોગથી તેનો નીકાલ કરેલ આ કાર્ય મા સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા, વિદ્યાધીશ વિદ્યાસંકુલ, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, બી એન વીરાણી હાઈસ્કૂલ, ગિજુભાઈ કુ મંદિર, ફાતિમા કોન્વેન્ટ સ્કુલ ના સ્કાઉટ ગાઈડ બાળકો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અજયભાઈ ભટ્ટ, સરલાબેન સાકળીયા, યશપાલભાઈ, નેતલબેન ગોડલીયા જહેમત ઉઠાલે ભાવનગર મહાનગર પાલિકા શોલીડ વેસ્ટ વીભાગ નો સંપુર્ણ સહયોગ મળેલ.

Previous articleવળીઆ આર્ટસ અને કોમર્સ કોલેજ ભાવનગરમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા કોલેજના વિર્ધાર્થીઓ માટે વિનામૂલ્યે સર્ટીફાઈડ યોગ ટ્રેનર બનાવવાની ટ્રેનીંગનો થયેલો પ્રારંભ
Next articleસ્કાઉટ ગાઈડ દ્વારા સુવર્ણ સ્વચ્છ અભિયાન અંતરગત રેલી યોજવામાં આવી