મોડેલ ડે સ્કૂલ સણોસરાના ૫૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે

102

જિલ્લા રમત ગમત કચેરી અંતર્ગત ધાંગધ્રા, સુરેન્દ્રનગર, પાટડી, મુળી, ચોટીલામાં જિલ્લા કક્ષાનો શાળાકીય રમતોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અંડર-૧૯ માં જિલ્લા કક્ષાએ કબડ્ડી, ખો-ખો, એથ્લેટીક્સ, કુસ્તી, ઝૂડો વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડેલ ડે સ્કૂલ સણોસરા તાલુકામાં જે વિદ્યાર્થીઓ પ્રથમ આવેલ તેઓ જિલ્લા કક્ષાએ કબડી, ખોખો, એથ્લેટીક્સ, કુસ્તી, ઝૂડો વગેરે રમતમાં ભાગ લીધો હતો. જેમાં એથ્લેટીક્સમાં દોડમાં ૪૦૦મી. અને ૧૫૦૦મી.દોડમાં ઝાપડિયા અક્ષય પ્રથમ, ૮૦૦મી દોડમાં સરવૈયા જાગૃતિ પ્રથમ, ૧૫૦૦મી દોડમાં કટેશીય પાયલ પ્રથમ, ગોળા ફેક અને ચક્ર ફેકમાં ઝાપડિયા વર્ષા પ્રથમ સ્થાને અને બરસી ફેકમાં તલસાણીયા વિશાલ પ્રથમ સ્થાને અને લાંબી કુદ અને ઉચી કુદમાંઅને ૫૦૦૦મી મેવાડા વિજય પ્રથમ રહ્યા હતા. રાજ્યમાં મોડેલ ડે સ્કુલના એથ્લેટીક્સમાં ૯, કબડી અને ખો-ખોમાં ૮ ભાઈઓ અને બહેનોનું સિલેકશન થયું તેમજ કુસ્તીમાં ૨૦ ભાઈઓ-બહેનો અને ઝૂડોમાં ૨૦ ભાઈઓ-બહેનો આમ રાજ્ય કક્ષાએ મોડેલ ડે સ્કૂલ સણોસરાના કુલ ૫૮ ભાઈઓ અને બહેનો રમવા જશે.મોડેલ ડે સ્કૂલ સણોસરાના આચાર્ય.ડૉ.મનોજભાઈ જી ચૌહાણે બધા જ વિધાર્થીઓને શુભકામના પાઠવી હતી, અને ખેલદિલીથી રમવાનું અને ખુબ રમત ગમત ક્ષેત્રે આગળ વધવા કહ્યું હતું. રાજ્ય કક્ષાએ શાળાનું, સણોસરા ગામનું તેમજ ચોટીલા આપણા જિલ્લાનું નામ રોશન કરવા માટે સર્વોને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleજિલ્લાનાં ૧૦ તાલુકાઓમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન
Next articleપ્રદિપભાઇ મહેતા લિખિત કૃષ્ણાની રાધાનું ‘બરસાના’ પુસ્તકનું વિમોચન