મગફળીને માવઠાનો માર : ભેજ લાગતા ફુગ ચડી

43

સબયાર્ડના અભાવે ખુલ્લામાં રખાયેલા મગફળીના જથ્થામાં થયેલ નુકશાનથી ખેડૂતો ખફા
તાજેતરમાં ભાવનગર માં સર્જાયેલ વરસાદી માહોલ ને પગલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન ખરીદ-વેચાણ બજાર ખાતે ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલ મગફળીનો મબલખ જથ્થાને ભેજ લાગી જતાં વેપારીઓ-દલાલો એ ભેજ લાગેલ મગફળીના જથ્થાની અલગથી હરરાજીની માંગ કરતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. બે દિવસ પહેલાં ભાવનગર શહેર-જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો અને હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં આ વરસાદી માહોલ પૂર્વે જિલ્લા ના વિવિધ તાલુકાના ગામડાઓમાં થી ખેડૂતો એ છઁસ્ઝ્ર ના સત્તાવાળ ના નિર્દેશ મુજબ મગફળી (શીંગ)નો મોટો જથ્થો માર્કેટિંગયાર્ડના શેડમાં ઉતાર્યો હતો આ જથ્થો ઉતાર્યા બાદ જાળવણી-રક્ષણની જવાબદારી એપીએમસી ના વહીવટદારોની બને છે પરંતુ આ સત્તાવાળ દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેતાં મગફળીનો મોટો જથ્થો પલાળી ગયો હતો તો એક હિસ્સા ને ભેજ લાગ્યો છે આજરોજ ઉઘડતી બજાર સાથે ભાવનગર શહેરના ચિત્રા સ્થિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરરાજી શરૂ કરવામાં આવી હતી એ દરમ્યાન વેપારીઓ તથા દલાલોએ વરસાદી માહોલ માં ભેજ લાગેલ મગફળીના જથ્થાને સુકી શીંગ સાથે હરરાજી માં શામેલ કરવાની ના પાડી ભેજ યુક્ત મગફળીના જથ્થાને અલગ તારવી તેની ઓછા ભાવથી હરરાજી નો આગ્રહ રાખતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો મગફળીના જથ્થાને માર્કેટિંગ યાર્ડના વહીવટદારોની બેદરકારી થી ભેજ લાગ્યો છે તો એની નુકસાની ખેડૂતો શા માટે ભોગવે ? આ મુદ્દે ખેડૂતો-વેપારીઓ વચ્ચે લાંબા સમય સુધી ધડ ચાલી હતી પરંતુ વેપારીઓ એ કોઈ મચક ન આપતાં ખેડૂતોને વિના કારણે આર્થિક ફટકો સહન કરવાની નોબત આવી છે આ મુદ્દે ધરતીપુત્રો એ સત્તાધીશો સમક્ષ હૈયાવરાળ ઠાલવી ન્યાય ની ઉગ્ર માંગ કરી હતી.