મહુવામાં ટોળાનો આતંક

2478

મહુવા શહેરમાં બે દિવસ પુર્વે થયેલ વીએચપી પ્રમુખ જયેશ ગુજરીયાના હત્યા પગલે મહુવા શહેરમાં તગદિલીભર્યુ વાતાવરણ સર્જાયું હતું. જેમાં ભાવનગર એસ.પી.માલ સહિતનો પોલીસ સ્ટાફ અને એસઆરપી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત મહુવા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં આજે ગુરૂવારે મોડી રાત્રે મહુવા શહેરમાં આવેલ શનિદેવના મંદિરે એક ચોકકસ કોમની મીટીંગ યોજાણી હતી મીટીંગ પુર્ણ થયા બાદ ૧પ૦ થી ર૦૦ વ્યકિતઓનું ટોળુ જનતા પ્લોટ વિસ્તારમાં ધુસી ગયું હતું અને પથ્થરમારો કરી બેથી ત્રણ કેબીનો સળગાવ્યાનું બનાવ સ્થળેથી જાણવા મળી રહ્યું છે. વધુમાં મહુવાના ખારા વિસ્તારમાં  એકઠા થયેલા  ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડયાનું બનાવ સ્થળેથી જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતા ભાવનગર એલસીબી, એસઓજી સહિતનો મસમોટો કાફલો મહુવા ખાતે દોડી ગયો હતો. અને  પરિસ્થિતિને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી લીધા
Next articleચિત્રા પાસેથી ફુલસરના યુવાનનું અપહરણ