સુરેન્દ્રનગર- ભાવનગર ટ્રેન તળે ટાણાનો યુવાન કપાયો

0
2101

સિહોર તાલુકાના ટાણા ગામે રહેતા અને હિરા ધસવાની મજુરી કામ કરતા મુસ્લિમ યુવાને આજે સાંજના સુમારે સિહોર રેલ્વે સ્ટેશને સુરેન્દ્રનગરથી ભાવનગર આવતી પેસેન્જર ટ્રેન તળે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામેલ. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ટાણા ગામે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા મુસ્લિમ યુવાન અસલમ ઉસ્માનભાઈ બેલીમ આજે સવારે ભાવનગર જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. દરમ્યાન સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેન તળે તેણે સિહોર રેલ્વે સ્ટેશને ઝંપલાવતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. જાણવા મળ્યા મુજબ ચાર બહેનો વચ્ચે એક જ ભાઈ હતો અને તેના લગ્ન ત્રણ માસ પુર્વે જ થયા હતાં. બનાવથી મુસ્લિમ સમાજમાં શોક છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here