IPL 19: સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના સલાહકાર

0
51

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી ભૂમિકામાં ગાંગુલી ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગની સાથે કામ કરશે. દિલ્હીની ટીમમાં આલેલા શિખર ધવને ટ્‌વીટ કરીને દાવો કર્યો કે, આ વખતે તેની ટીમ બાજી મારશે. ગાંગુલીએ ટીમ સાથે જોડાવા અંગે કર્યું, હું દિલ્હી કેપિટલ્સની સાથે તેના બોર્ડમાં આવીને ઘણો ખુશ છું. તેણે કહ્યું, હું જિંદલ ગ્રુપ અને જેએસડબ્લ્યૂ ગ્રુપને વર્ષોથી જાણું છું. હું તેની સાથે દિલ્હી કેપિટલ્સનો ભાગ બનીને ઉત્સાહિત છું. હું ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. દિલ્હીની ટીમ ક્યારેય આઈપીએલમાં ચેમ્પિયન બની નથી. દિલ્હી કેપિટલ્સના ચેપમેન પાર્થ જિંદલે કહ્યું, સૌરવ વિશ્વ ક્રિકેટના શાનદાર ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. ભારતીય ક્રિકેટમાં ઘણું બદું સૌરવને કારણે થયું છે. તે સન્માનની વાત છે કે, સૌરવે દિલ્હીને પોતાની આઈપીએલ ટીમ પસંદ કરી છે. અમારી ટીમને તેમનો અનુભવ, માર્ગદર્શન અને સલાહથી ઘણો ફાયદો મળશે. સૌરવ મારા માટે પરિવારની જેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here