મેસીના બે ગોલ, ૫-૧થી જીતીને બાર્સિલોના પહોંચ્યું ક્વાર્ટર ફાઇનલમાં

0
107

બાર્સિલોનાઃ સ્પેનિશ ક્લબ એફસી બાર્સિલોનાએ બુધવારે ચેમ્પિયન્સ લીગના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે લિયોનેલ મેસીના બે ગોલની મદદથી રાઉન્ડ ઓફ-૧૬ના બીજા લેગમાં ઓલમ્પિક લ્યોનને ૫-૧થી પરાજય આપ્યો છે. ફ્રેન્ચ ક્લબ લ્યોનના ઘરઆંગણે રમાયેલા પ્રથમ ગેલનો મેચ ગોલ રહિત ડ્રો રહ્યો હતો.

આર્જેન્ટીનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીએ કૈમ્બ નાઉમાં રમાયેલા મેચમાં બે ગોલ કર્યા હતા. આ સિવાય ફિલિપ કોટિન્હો, જેરાર્ડ પીકે અને ઓઉસમાન ડેમ્બેલેએ એક-એક ગોલ કર્યો હતો. આજ દિવસે ઈંગ્લિશ ક્લબ લિવપપૂલે જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખને ૩-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

યજમાન બાર્સિલોના અને ઓલમ્પિક લ્યોન વચ્ચે રમાયેલી મેચમાં પહેલો ગોલ મેસીએ કર્યો હતો. મેચની ૧૭મી મિનિટમાં જ યજમાન ટીમને પેનલ્ટી મળી અને મેસીએ ગોલ કરવામાં કોઈ ભૂલ ન કરી. પ્રથમ હાફ સમાપ્ત થતા પહેલા બાર્સિલોના પોતાની લીડ બમણી કરવામાં સફળ રહ્યું હતું. મેચની ૩૧મી મિનિટે સ્ટ્રાઇકર લુઈસ સુઆરેજે કોટિન્હોને પાસ આપ્યો જેણે ગોલ કરીને ટીમની લીડ બમણી કરી દીધી હતી.

બીજા હાફની શરૂઆત લ્યોન માટે સારી રહી. ૫૮મી મિનિટમાં લુક્સ ટોઉસાર્ટે વોલી પર ગોલ કર્યો હતો. પરંતુ તેનાથી મેચના પરિણામમાં કોઈ પ્રભાવ પડ્‌યો નહીં. મેસીએ ૭૮મી મિનિટે મેચમાં પોતાનો બીજો ગોલ કર્યો હતો. તેની ત્રણ મિનિટ બાદ યજમાન ટીમે વધુ એક એટેક કર્યો હતો. આ વખતે પીકેએ ગોલ કર્યો હતો. ત્યારબાદ મેચની ૮૬મી મિનિટે બાર્સિલોનાના ખેલાડી ડેમ્બેલેએ ગોલ કરતા પોતાની ટીમ પાક્કી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here