ફોરટ્રેકના કારણે મીઠાપુર પ્રા.શાળાની દિવાલો તોડી પડાતા ગ્રામજનોમાં રોષ

698

જાફરાબાદના મીઠાપુર પ્રાથમિક શાળામાં રૂમોની ઘટ હોય ઝાડના છાયે ભણતા વિદ્યાર્થીઓ ત્યારે શાળાની ચાર પ્રોપર્ટીને કડડભૂસ કરતા રોડ કોન્ટ્રાક્ટર, શાળાના બાળકો થયા નિરાધાર, તાત્કાલિક નવા રૂમો, દિવાલ બનાવવા ગામ આગેવાનો વતી સરપંચ દ્વારા માંગણી કરવામાં આવેલ છે. જાફરાબાદ તાલુકાના મીઠાપુર પ્રાથમિક શાલામાં વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં રૂમોની ઘટ હોય ઘટના કારણે વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરતા હોય ત્યારે મીઠાપુરથી પસાર થતા નવા ફોરટ્રેક રોડના કોન્ટ્રાક્ટરોએ શાળાની ચાર પ્રોપર્ટીઓને જીસીબી દ્વારા દિવાલ સહિત પાડી નાખતા સાળા સાવ ખુલ્લી થવા પામી છે. આગળ ચોમાસું આવતું હોય માયે તાત્કાલિક નવા રૂમો અને રોડ પરની સેફ્ટી દિવાલ તાત્કાલિક બનાવવા ગામની જનતા ગામ આગેવાનો વતી સરપંચ શાંતિભાઇ વરૂ ઉપસરપંચ હરેશભાઇ ભાલીયા એ લેખીતમાં ડીડીઓ અમરેલીને રજુઆત કરી છે. અને ગામ લોકોનો હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે. અને વાલીઓ કહે છે કે પંદર દિવસમાં નવા રૂમો અને દિવાલનું કામ નહીં શરૂ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા ચક્રોગતિમાન થયા છે.

૧૫ દિવસમાં નવી પ્રોપર્ટીનું કામ શરૂ કરાશે : વાઢેર

જાફરાબાદ તાલુકા શિક્ષણ અધિકારી એચ.ડી.વાઢેરની લોકસંસારના પ્રતિનિધિ અમરૂભાઇ બારોટને નિવેદનમાં જણાવેલ કે મીઠાપુર નાગેશ્રીથી બનતો નવો ફોરટ્રેક રોડમાં આવતા તમામ જમીનો મકાનો કોઇ પણ પ્રોપર્ટીનું ફોરટ્રેક રોડ વિભાગ દ્વારા પ્રથમ વળતર ચૂકવાય છે. પછી રોડ કોન્ટ્રાક્ટર કબ્જો સંભાળે છે. તેમ અમારી મીઠાપુર પ્રાથમિક શાળાની ચાર પ્રોપર્ટીઓનું વળતર સરકારમાં જમા થયા પછી અમોને જાણ થાય છે. તે પ્રમાણે માપ મુજબ કબ્જો સોંપાયો છે અને ડીડીઓ દ્વારા હવે નવી પ્રોપર્ટીનું ૧૫ દિવસમાં કામ શરૂ કરાશે તેમ જણાવેલ છે.

Previous articleસુરતની સાડીઓનું સૌરાષ્ટ્રમાં સુશોભન
Next articleસુરત એન.કે.પ્રજાપતિ પ્રિમીયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારોહ